(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.13
હસ્તગિરિ નિર્વાણ કલ્યાણ ટૂંકે જાજરમાન પ્રતિષ્ઠા એકતિથિ-બે તિથિના 16-16 આચાર્યોએ સમૂહ નિશ્રા આપી પાલીતાણા 17 કિ.મી.અંત કે આવેલ હસ્તાગિરિના શિખરે શ્રી આદિનાથ પ્રભુની પ્રાચીન પાદુકાની પુન: પ્રતિષ્ઠા જૈનાચાર્ય શ્રી રામચંદ્રસુરીશ્વરજી મહારાજે આજથી 36 વર્ષ પહેલા કરી હતી. તે દેરીના સ્થાને આચાર્ય શ્રી ગુણયશસુરિજી કીર્તિયશસુરીજીના ઉપદેશથી નવસારી રમણલાલ છગનલાલ શાહ અને ધાનેરાના જયંતિલાલ દાનસુંગભાઈ અજબાણી પરિવારે આકસ માંથી શિખરબંધ ચોમુખજી દેરાસુર બનાવતાં શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા એની પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાયો.બુધવાર તા.11ના મા જિનાલયમાં ફી આદિનાથ પ્રભુના 25 ઈંચના ચાલુ પ્રભુજીનો પ્રવેશ પરિકટ અંજન અને પ્રતિષ્ઠા અવસર પાલીતાણા બિરાજમાન 16-16 આચાર્યોનો સામુહિક નિશ્રામાં ઉજવતાં જૈન શાસનનો જયજયકાર થયો હતો.
આ આચાર્યોમાં એકતિથિપક્ષના ગણાતા ગચ્છાધિપતિ આ.શ્રી નિત્યાનંદસુરિજી મહારાજ તથા આ.શ્રી અશોક સાગર સુરિજી આદિ બાર આચાર્યો હાજર હતો. તો બે તિથિ પક્ષના ગણાતા આ.શ્રી વિજય કીર્તિયસસુરિજી આ.શ્રી હર્ષવર્ધન સુરિજી ખાતે ચાર આચાર્યોએ નિશ્રા આપી હતી.આણંદજી કલ્યાણજીના પ્રમુખ શ્રી સંવેગભાઈ ટ્રસ્ટી શ્રીપાલભાઈ, સુદીપભાઈ, ચંદ્રોદ્ય રીલીજયસ ટ્રસ્ટ (હસ્તગિરિ)ના ટ્રસ્ટીઓ તેમજ જૈનસંઘના મોભીઓ ઉપસ્થિત હતા.
સૌએ હસ્તગિરિના પહાડ પર બનેલા અષ્ટકોણી મહાજિનાલયમાં દર્શન કર્યા હતાં. અને આ પહાડનું આવુ શ્રેષ્ઠ નિર્માણ કરવા માટે ઉપદેશ આપનાર જૈનાચાર્યશ્રી રામચંદ્રસુરિજી મહારાજ તથા તેમના શિષ્યરત્ન આ.શ્રી.માનતુંગસુરિજી મ.ના ગુણગાન ગાઈ પાટણના સુશ્રાવક કાંતિભાઈએ જંગલમાં મંગલ ઉભું કર્યા બાદ તેમને ય બિરદાવ્યા હતાં.હસ્તગિરીના કાર્યવાહક અજયભાઈએ આ અવસરને સફળ બનાવવા ખુબ જહેમત ઉઠાવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy