જામનગર તા.9: જામવણથલી જૈન સંઘના ટ્રસ્ટી નરેન્દ્રભાઇ વોરાના પૌત્ર અને નવકાર સ્ટડી સેન્ટરવાળા હિરેન વોરાના પુત્ર કુશ વોરાએ ધોરણ 10 ની પરિક્ષામાં 99.42 પીઆર સાથે પાસ થઇ વોરા પરિવારનું ગૌરવ વધાર્યું છે.
તેજસ્વી વિદ્યાર્થી એવા કુશ વોરાને ધો.10 ની બોર્ડની પરિક્ષામાં ગણિત અને વિજ્ઞાનમાં 100 માંથી 100 માર્ક મળ્યાં છે. વોરા પરિવારના આ હોનહાર પુત્ર ભવિષ્યમાં ડોક્ટર બની સમાજની સેવા કરવાના ધ્યેય સાથે અભ્યામાં આગળ વધે છે. કુશ વોરાને વોરા પરિવાર સહિત જૈન સમાજના આગેવાનો દ્વારા ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy