વડાપ્રધાનના રોડ-શોના રૂટને ‘ગૌરવપથ’ જેવો બનાવી દેવાશે : સ્પીડબ્રેકર દુર, ઢોર ગાયબ, દબાણો હટાવાયા

Saurashtra | Rajkot | 23 February, 2024 | 04:58 PM
આજે સવારે 8 વાગ્યાથી મનપામાં બેઠકોનો ધમધમાટ : શનિ-રવિ પુરૂ તંત્ર ખડેપગે રહેશે
સાંજ સમાચાર

રાજકોટ, તા. 23
આગામી તા.25ના રોજ રાજકોટ આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો રોડ-શો એરપોર્ટથી રેસકોર્ષ મેદાનના ગેટ સુધી યોજાવાનો છે. આ કાર્યક્રમની જવાબદારી કલેકટર તંત્રએ મહાપાલિકાને સોંપતા આ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવા આજે સવારે 8 વાગ્યાથી મનપામાં બેઠકનો ધમધમાટ ચાલ્યો હતો. જુના એરપોર્ટથી રેસકોર્ષ ગેઇટ સુધી 21 જેટલા સ્ટેજ બનાવવામાં આવશે. 

આજે કમિશ્નર અને ડે.કમિશ્નરે તમામ વિભાગના વડા, અધિકારીઓ અને જવાબદારીમાં રોકાયેલા કર્મચારીઓ  સાથે બેઠક કરી હતી. નામજોગ 800 જેટલા કર્મચારી અને અધિકારીના ઓર્ડર રવિવારના કાર્યક્રમ માટે થયા છે. તો મનપાના સાડા ચાર હજાર પૈકી અડધા કર્મચારી કોઇને કોઇ રીતે આ ફરજમાં સામેલ થયા છે. વડાપ્રધાનના રોડ-શોની જવાબદારી મનપા તંત્ર પર હોય, અધિકારીઓ અને પદાધિકારીઓએ રૂટનું નિરીક્ષણ પણ કર્યુ હતું.

એરપોર્ટના રાજીવ ગાંધી સ્ટેચ્યુવાળા ગેઇટથી વડાપ્રધાન સભા સ્થળે પ્રવેશ કરશે. આ રૂટ પર 21 સ્ટેજ બનાવાશે.  સંસ્થાથી માંડીને શાળાઓના બાળકો અને કલાકારો કાર્યક્રમ સાથે સ્વાગત કરશે. મનપા અને રૂડાના 495 કરોડના લોકાર્પણ અને ભૂમિપૂજન કાર્યક્રમ માટે ડે.કમિશનર, આસી.કમિશનર સહિતના અધિકારીઓને સંકલન સોંપવામાં આવ્યું છે. 

ત્રણે ઝોનના સ્ટાફ સાથે આવતીકાલે પણ બેઠક થવાની છે. શનિ-રવિની રજામાં આ વખતે મનપા સહિતની કચેરીઓ ધમધમતી રહેવાની છે. આજે બપોેરે કમિશ્નરે ફરી રોડ-શોના રૂટનું નિરીક્ષણ કર્યુ હતું. સાંજે ફરી અંતિમ તૈયારી માટે બેઠક રાખવામાં આવી છે.

એરપોર્ટથી રેસકોર્ષ ગેઇટ સુધીના રસ્તે નડતર વૃક્ષોના ટ્રીમીંગ કરવામાં આવ્યા છે. સઘન સફાઇ, સ્પીડબ્રેકર હટાવવા, રોડ પર ટ્રાફિક સાઇનના પેઇન્ટીંગ, દવા છંટકાવ, રખડતા ઢોર દુર કરવા, લાઇટ રીપેરીંગ સહિતની કામગીરી પુરો દિવસ ચાલી રહી છે. 

ઉલ્લેખનીય છે કે, પૂરા સ્ટાફની રજા રદ્દ કરીને શનિ-રવિની રજામાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓને હાજર રહેવા હુકમ કરાયો છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj