ફિલ્મોની રીલીઝને નડી ગયું લોકસભા ચૂંટણીનું શેડયુલ: અનેક ફિલ્મોની રીલીઝ પોસ્ટપોન

India, Entertainment, Politics, Lok Sabha Election 2024 | 30 March, 2024 | 05:21 PM
સાઉથની ‘કલ્કી 2898 એડી’ ‘ઇન્ડિયન-2’ ‘થંગાલન’ તો બોલિવૂડની ‘બડેમિયા છોટેમિયા’ ‘મેદાન’ જેવી ફિલ્મોની રિલીઝ હવે જૂનમાં થવાની ચર્ચા
સાંજ સમાચાર

મુંબઇ, તા.30
લોકસભા ચૂંટણીની જાહેરાતની સાથે દેશભરના ફિલ્મ નિર્માતાઓનું ટેન્શન વધી ગયું છે. ખરેખર તો મોટે ભાગે અત્યાર સુધી લોકસભા ચૂંટણીઓ મેના પ્રારંભિક વીકમાં જ પૂરી થઇ જતી હતી. આ પરિસ્થિતિમાં ફિલ્મવાળાઓ માટે કમાણીના મહિના તરીકે ઓળખાતો અડધો મે અને જૂનમાં સ્કૂલોની રજાઓ દરમિયાન પોતાની ફિલ્મો રિલિઝ કરવાનો મોકો મળી જતો હતો. પણ આ વખતે ચૂંટણી પ્રક્રિયા જૂન મહિના સુધી ખેંચાવવાના કારણે ફિલ્મવાળાઓનું આખું ફિલ્મોનું રીલીઝ શેડ્યુલ બગડી ગયું છે.

અગાઉથી આ દરમિયાન રીલીઝ માટે તૈયાર શેડ્યુલમાં ફેરફાર કરી નિર્માતાઓ ફિલ્મની રિલીઝ પોસ્ટપોન કરવાનું વિચારી રહ્યા છે. સમર સીઝનમાં ફિલ્મની રીલીઝનું પ્લાનીંગ કરી રહેલા નિર્માતાઓ હવે જુલાઇમાં ફિલ્મની રીલીઝ જાહેર કરી રહ્યા છે. પરિણામે સુપર સ્ટાર પ્રભાસની અગાઉ પણ અનેકવાર રિલીઝ માટે પોસ્ટ પોન થઇ ચૂકેલી પ્રભાસની ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ ફરી એકવાર પોસ્ટપોન થવાની ચર્ચા શરુ થઇ ગઇ છે.

ખરેખર તો આ ફિલ્મની રીલીઝ ડેટ 9 મે જાહેર થઇ છે. જ્યારે આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં ચોથા ચરણમાં શું મે એ ચૂંટણી છે. વાત જો તમિલ સિનેમાની પેન ઇન્ડિયા ફિલ્મની વાત કરવામાં આવે તો કમલ હાસનની ‘ઇન્ડિયન-2’ અને ચિયાન વિક્રમની ‘થંગાલન’ની વાત કરીએ તો આ બન્ને ફિલ્મોની રીલીઝ એપ્રિલમાં થવાની હતી પણ તમિલનાડુમાં 19 એપ્રિલથી પ્રથમ ચરણની ચૂંટણી હોવાના કારણે જાણકારોનું કહેવું છે કે આ ફિલ્મોની રીલીઝ પણ ટળી શકે છે.

બોલીવૂડની વાત કરીએ તો 10 એપ્રિલે બે મોટી ફિલ્મ અક્ષયકુમારની અને ટાઇગર શ્રોફની ફિલ્મ ‘બડેમિયા છોેટેમિયા’ અને અજય દેવગનની ‘મેદાન’ની રીલીઝ બાદ જુનમાં હજુ થવાની ચર્ચા છે. તો ‘વેદા’ અને ‘બડે ન્યુઝ’ની રિલીઝ મે-જુનના જુલાઇમાં જાહેર થઇ છે.

એપ્રિલ-મે મહિનામાં માત્ર ફિલ્મોની રીલીઝને માત્ર ચૂંટણીનું જ ગ્રહણ નથી લાગ્યું, બલ્કે આઇપીએલ પણ નડ્યું છે. આ દરમિયાન લોકોમાં ક્રિકેટનો નશો હોય છે. આ બધી અસર 2024ની બીજી ત્રિમાસિકની કમાણી પર જોવા મળશે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj