માર્ચ અને એપ્રિલમાં ખરાબ પ્રદર્શન બાદ....

મે મહિનામાં રીલીઝ થયેલી ફિલ્મ રેઈડ-2 સારા પ્રદર્શનને કારણે સમર સિઝનની સારી શરૂઆત થઈ

India, Entertainment | 16 May, 2025 | 05:15 PM
♦ સારી શરૂઆત થઈ છે પણ હવે જોવાનું રહ્યું કે આગળ શું થશે ?
સાંજ સમાચાર

♦ હાઉસફૂલ-5 અને સિતારે જમીન પરનું ભાવિ કેવું રહેશે ? તે માટેની ચિંતા

 

મુંબઈ,તા.16
માર્ચ અને એપ્રિલમાં બોલિવૂડની ફિલ્મોનાં ખરાબ પ્રદર્શનને કારણે સિનેમા ઇન્ડસ્ટ્રીના લોકોની અપેક્ષાઓ ઉનાળાની ઋતુ એટલે કે મે-જૂન મહિનાથી હતી. મે મહિનાના પહેલા અઠવાડિયામાં રિલીઝ થયેલી અજય દેવગણની ફિલ્મ રેઈડ 2ના સારા પ્રદર્શનના કારણે ઉનાળાની સિઝનની સારી શરૂઆત સારી રહી હતી.

પરંતુ રાજકુમાર રાવ અને વામિકાની આવતા સપ્તાહે રજૂ થનારી ફિલ્મ ભૂલ ચૂક માફને તેના નિર્માતાઓએ સીધા જ આવતા સપ્તાહે ઓટીટી પર રજૂ કરવાની જાહેરાત કરી હતી. મે મહિનાના બીજા સપ્તાહમાં ઓપરેશન સિંદૂરના કારણે થિયેટરોમાં કોઇ નવી ફિલ્મ રજૂ થઇ નહોતી. સાથે જ ત્રીજા સપ્તાહમાં રિલીઝ થયેલી ફિલ્મોને પણ મોટા ભાગની ફિલ્મોના નિર્માતાઓએ મોકૂફ રાખી હતી.

સદ્દભાગે ટોમ ક્રૂઝની બહુચર્ચિત ફ્રેન્ચાઇઝી મિશન ઇમ્પોસિબલની છેલ્લી ફિલ્મ અમેરિકામાં રજૂ થયાના છ દિવસ અગાઉ ભારતમાં રજૂ થઇ રહી છે. આ સપ્તાહે હોલિવૂડની અન્ય એક જાણીતી ફ્રેન્ચાઇઝી ફાઇનલ ડેસ્ટિનેશનની છેલ્લી ફિલ્મ પણ રિલિઝ થઇ ચૂકી છે. આ કારણે આ અઠવાડિયે થિયેટરોમાં ફિલ્મ જોવા જતા દર્શકોની સામે હોલિવૂડની ફિલ્મોનો વિકલ્પ છે.

નહીં તો આ અઠવાડિયું ખાલી રહેવાનું હતું. ચાલું સપ્તાહથી મુલતવી રાખવામાં આવેલી બોલીવૂડની ફિલ્મો આવતા અઠવાડિયે રિલીઝ થશે, પરંતુ તેમાંથી એક પણ ફિલ્મ બ્લોકબસ્ટર બનવાની તાકાત ધરાવતી નથી. મે મહિનાના છેલ્લા સપ્તાહમાં પણ કોઇ મોટી ફિલ્મ રજૂ નહીં થાય આવી સ્થિતિમાં હવે બધાની નજર જૂન મહિના પર છે. 

અક્ષય કુમારની બહુચર્ચિત હાઉસફુલ ફ્રેન્ચાઇઝીની પાંચમો ભાગ જૂનના પહેલાં અઠવાડિયામાં રિલીઝ થશે. આ સાથે જ તમિલ સુપરસ્ટાર કમલ હાસનની ફિલ્મ ઠગલાઇફ રિલીઝ થઇ રહી છે. આ સાથે જ જૂનના ત્રીજા સપ્તાહમાં બોલિવૂડ અને તમિલ સિનેમાના બે મોટા સ્ટાર્સ આમને-સામને હશે.

આ દરમિયાન આમિર ખાનની બહુચર્ચીત ફિલ્મ સિતારે જમીન પર રિલીઝ થશે. આ સાથે જ તમિલ સુપરસ્ટાર ધનુષની ફિલ્મ કુવેરા રિલીઝ થશે. આ ફિલ્મમાં ધનુષની સાથે રશ્મિકા મંડન્ના પણ જોવા મળશે. આ ચાર મોટી ફિલ્મો રિલીઝ થવાને કારણે મે મહિનાનું કામ પણ જૂન મહિનામાં પૂરું થઈ શકે તેમ મનાય છે. 

ફિલ્મ જગતનાં જાણકારોનું માનીએ તો વર્ષના પહેલા ક્વાર્ટરમાં જ્યાં વિકી કૌશલની છાવા બ્લોકબસ્ટર રહી હતી, પરંતુ બીજા ક્વાર્ટરમાં, જ્યાં ફિલ્મ સર્જકો પહેલા કરતાં પણ વધુ કમાણીની અપેક્ષા રાખતા હતા. પરંતુ ઓપરેશન સિંદૂર અને આઇપીએલ શિડયુલને કારણે અને ત્યાર બાદ ફિલ્મો વારંવાર મુલતવી રાખવાને કારણે બીજા ક્વાર્ટરની કમાણી પ્રથમ ક્વાર્ટર કરતાં ઘણી ઓછી જોવા મળી રહી છે.

જો કે બધાની નજર આમિર અને અક્ષયની આવતા મહિને રિલીઝ થનારી ફિલ્મો પર ટકેલી છે. જો આ બેમાંથી કોઈ એક ફિલ્મ બ્લોકબસ્ટર બની જાય તો પહેલું ક્વાર્ટર સારૂ બની શકે છે. બીજી તરફ જો બંને ફિલ્મો સારું પ્રદર્શન કરશે તો ફિલ્મવાળાનું ભાગ્ય ચમકી જશે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj