ધો.10-12ની પૂરક પરીક્ષા તા.24 જૂનથી લેવાશે

Gujarat, Saurashtra | Ahmedabad | 17 May, 2024 | 11:31 AM
ધો.10માં ત્રણ, ધો.12 સામાન્ય પ્રવાહમાં બે અને સાયન્સમાં ગમે તેટલા વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થી આપી શકશે પરીક્ષા
સાંજ સમાચાર

અમદાવાદ તા.17

 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે પૂરક પરીક્ષા વહેલી યોજવાનું નકકી કયુર્ં છે. જે અનુસાર હવે રાજયમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા 24 જૂનથી લેવાશે. આ વખતે પૂરક પરીક્ષામાં મોટાપાયે ફેરફાર થયેલા હોવાથી સમયસર પરીક્ષા લઈ પરિણામ જાહેર કરી શકાય તે માટે વહૈલી પરીક્ષા યોજવાનું નકકી કરાયું છે.

 દર વર્ષે શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈ માસમાં પૂરક પરીક્ષા લેવાતી હતી, પરંતુ આ વખતે જૂનમાં જ પરીક્ષા લેવાશે. શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવામાં આવતી ધો.10 અને 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પૂર્ણ થયા બાદ દર વર્ષે જુલાઈ માસમાં પૂરક પરીક્ષા લેવાતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા પૂરક પરીક્ષામાં ધરખમ ફેરફાર કરાયા છે. જેમાં ધોરણ 10માં અત્યાર સુધી બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવામાં આવતી હતી, તેના બદલે આ વખતે 3 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પણ પૂરક પરીક્ષા લેવાશે. જયારે ધો.12 સામાન્ય પ્રવાહમાં અત્યાર સુધી 1 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવાતી હતી,

તેના બદલે આ વખતે 2 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પણ પૂરક પરીક્ષા લેવાશે.
 જયારે ધો.12 સાયન્સમાં અત્યાર સુધી 3 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવાતી હતી, તેના બદલે આ વખતે ગમે તેટલા વિષયમાં નાપાસ હોય તેમની પૂરક પરીક્ષા લેવાશે. ઉપરાંત માર્ચની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ જો પોતાનું પરિણામ સુધારવા માગતા હોય તો તેઓ પણ પૂરક પરીક્ષામાં ઉપસ્થિત રહી શકે તેવો પણ નિર્ણય લેવાયો હતો. જોકે, બોર્ડ દ્વારા પરીક્ષા અંગેનો વિગતવાર કાર્યક્રમ હજુ જાહેર કરાયો નથી, પરંતુ આગામી દિવસોમાં બોર્ડ દ્વારા પરીક્ષા અંગેનો કાર્યક્રમ જાહેર કરાયો છે.

►પૂરક પરીક્ષા માટે 2.02 લાખ વિદ્યાર્થીઓ લાયક

 આ વખતે ધોરણ 10માં 3 વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે. ધોરણ-10માં એક વિષયમાં 58424, બે વિષયમાં 63197 અને ત્રણ વિષયમાં 35087 વિદ્યાર્થી નાપાસ થયા છે. જેથી ધોરણ 10ના 156708 વિદ્યાર્થી પૂરક પરીક્ષા માટે લાયક બન્યા છે. જયારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 2 વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે.

 જેથી સામાન્ય પ્રવાહમાં 25680 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા માટે લાયક બન્યા છે. જયારે ધોરણ 12 સાયન્સમાં ગમે તેટલા વિષયમાં નાપાસ વિદ્યાર્થી પૂરક પરીક્ષા આપી શકે છે. જેથી સાયન્સમાં એક વિષયમાં 2979, બે વિષયમાં 7772, ત્રણ વિષયમાં 5638 મળી કુલ 19789 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જેથી આ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા માટે લાયક છે. સાયન્સમાં આ ઉપરાંત કેટલાક પાસ થયેલા વિદ્યાર્થીઓ પણ પરિણામ સુધારવા પૂરક પરીક્ષા આપશે. આમ, હાલના તબકકે ધોરણ 10 અને 12ના મળી કુલ 202177 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા માટે લાયક છે.

 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj