કેન્સરને બીજી વાર ફેલાતુ રોકશે ટેબ્લેટ

India | 27 February, 2024 | 05:39 PM
તાતા હોસ્પિટલના સંશોધકોને ઉંદરો પર પ્રયોગમાં મળી મહત્વની સફળતા
સાંજ સમાચાર

મુંબઈ તા.27
કેન્સર ટ્રીટમેન્ટ પછી પણ અનેક દર્દીઓમાં ફરી ફેલાઈ જતો હોય છે, તાતા હોસ્પિટલના ડોકટરોએ અધ્યયન કરીને આનું કારણ શોધ્યું છે. તાતા હોસ્પિટલના ખારધર સ્થિત એડવાન્સ સેન્ટર ફોર ટ્રીટમેન્ટ, રિસર્ચ એન્ડ એજયુકેશન ઈન કેન્સર (એકટ્રેક) હોસ્પિટલના ડોકટર ઈન્દ્રનીલ મિત્રાના નેતૃત્વમાં સંશોધન કરવામાં આવ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે અમે ઉંદરો પર સંશોધન કર્યું છે. ઉંદરોમાં માણસના કેન્સરના સેલ (કોષ) નાખવામાં આવ્યા હતા. ઉંદરોમાં ટ્યુમરનું નિર્માણ થયું. અમે રેડિયેશન થેરેપી, કીમો થેરેપી અને સર્જરીથી ઉંદરોની સારવાર કરી ત્યારબાદ ઉંદરમાં કેન્સરના સેલ્સ નષ્ટ થઈને ખૂબ જ નાના ટુકડા થઈ ગયા.

આ મરતા કેન્સર સેલમાંથી ક્રોમેટિન કણ (ક્રોમોઝોનના ટુકડા) રકતવાહિનીના માધ્યમથી શરીરની બીજા ભાગોમાં પહોંચી જાય છે. તે શરીરમાં રહેલ સારા સેલ્સમાં મળી જાય છે અને તેને પણ કેન્સરના સેલમાં બદલી નાખે છે.

આ સંશોધનથી એ સ્પષ્ટ થઈ ગયું કે કેન્સર સેલ નષ્ટ થવા છતા ફરી પાછા આવે છે. આ સમસ્યાના હલ માટે ડોકટરોએ ઉંદરોને રેસવેરટ્રોલ અને કોપર (તાંબુ)ના સંયુક્ત પ્રો. એકસીડેન્ટ ટેબ્લેટ આપી. આ ટેબ્લેટ ક્રોમોઝોનને અસરહિન કરવામાં અસરકારક રહી. હવે આ ટેબ્લેટને ક્રુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા પાસેથી મંજુરીની રાહ છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj