વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025ની જૂનમાં આયોજિત ફાઇનલ મેચ પહેલાં ICC એ રેકોર્ડ પ્રાઈઝ મનીની જાહેરાત કરી દીધી છે.
WTC2023-25ની સીઝન માટે કુલ 5.76 મિલ્યન (49.27 કરોડ રૂપિયા)ની ઈનામી રકમ જાહેર કરવામાં આવી છે જે આ પહેલાંની બે સીઝનની 3.8 મિલ્યન (ઑલમોસ્ટ 31.41 કરોડ)ની પ્રાઇસ મનીની સરખામણીમાં રેકોર્ડ વધારો થયો છે.
ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની બે ફાઈનલિસ્ટ ટીમમાં જે ટીમ વિજેતા બનશે એને 3.6 મિલ્યન (30.80 કરોડ રૂપિયા) અને હારનારી ટીમને 2.16 મિલ્યન (18.47 કરોડ રૂપિયા)ની રકમ મળશે.
પહેલી બન્ને સીઝનમાં વિજેતાને ઑલમોસ્ટ 13.32 કરોડ અને રનર-અપને લગભર 6.5 કરોડ રૂપિયા મળ્યા હતા. આ સીઝનમાં ત્રીજા ક્રમે રહેલી ભારતીય ટીમ (12.32 કરોડ રૂપિયા) સહિત અન્ય ટીમોને પણ કરોડો રૂપિયા મળશે. અન્ય ટીમોને મળતી રકમમાં પણ વધારો જોવા મળ્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy