રેલનગરમાં શ્યામજીકૃષ્ણા વર્મા ટાઉનશીપમાં તસ્કરો ત્રાટકયા

પરીવાર સાથે વેકેશન કરવાં ગયેલ લેબર કોન્ટ્રાકટરના મકાનમાંથી રૂા.3 લાખની ચોરી

Crime | Rajkot | 21 May, 2024 | 03:02 PM
મકાન ખરીદવા રાખેલા રોકડ રૂપિયા તસ્કરો ઉઠાવી ગયાં: પ્ર.નગર પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી
સાંજ સમાચાર

રાજકોટ. તા.21
રેલનગરમાં શ્યામજીકૃષ્ણા વર્મા ટાઉનશીપમાં રહેતાં લેબર કોન્ટ્રાકટર પરીવાર સાથે વેકેશન કરવાં ગયાને પાછળથી ફ્લેટમાં ત્રાટકેલા તસ્કરો રૂ.3 લાખની રોકડ ચોરી કરી નાસી છૂટતાં પ્ર.નગર પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી.

બનાવ અંગે રેલનગરમાં શ્યામજી કૃષ્ણા વર્મા ટાઉનસીપ સનરાઇસ સ્કુલની સામે રહેતાં તુષારભાઇ સુરેશભાઇ લિંબાસીયા (ઉ.વ.38) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ઇલેકટ્રીક સપ્ટેશનમા ઓઇલ ફીલ્ટરનુ કામકાજ કરે છે. તેઓ પત્ની, પિતા અને નાના ભાઈ સાથે રહે છે. ગઇ તા. 04 ના બપોરના દોઢેક વાગ્યાની આસપાસ પરીવાર સાથે તેમના વતન જુનાગઢ  વેકેશન કરવા માટે ફ્લેટના દરવાજાના મેઇન ડોરમાં તાળુ મારી ઘરેથી નીકળેલ હતા.

ત્યારથી તેઓ જુનાગઢ જ હતા. ગઈકાલે સવારના સમયે પાડોસી સંજયભાઇનો  ફોન આવેલ અને જણાવેલ કે, તમારા ફ્લેટના મેઇન દરવાજાનો નકુચો તૂટેલ હાલતમા હતો.જેથી તેઓ જુનાગઢથી તાત્કાલિક ઘરે પહોંચેલ અને જોયુ તો મેઇન દરવાજાનો નકુચો તુટેલ જોવામાં આવેલ હતો. દરવાજો ખોલી ઘરમા પ્રવેશતા બે રૂમ આવે છે જેમાંનો એક રૂમનો દરવાજો ખુલેલ હતો.

ઘરવખરીનો સામાન વેરવિખેર પડેલ હતો. રૂમમાં  આવેલ આરસના ખુલ્લા ખાનાનો સામાન વેરવિખેર હતો. તેમજ તેઓએ બે મહીના પહેલા રૂ.3 લાખ  બીજું મકાન લેવુ હોય તેના ટોકન પેટે આપવા રાખેલ હતા. જે રૂપીયા ખાનામાં રાખી  જુનાગઢ વેકેશન કરવા ગયેલ હતા. જે રોકડ રૂપીયા કોઈ અજાણ્યાં શખ્સો ફ્લેટમાં ત્રાટકી ચોરી કરી નાસી છૂટ્યા હતાં.  બનાવ અંગેની ફરીયાદ પરથી પ્ર. નગર પોલીસ મથકના પીઆઈ બી.એમ.ઝણકાટની રાહબરીમાં ટીમે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj