નવીદિલ્હી,તા.16
સુપ્રીમ કોર્ટે વૈવાહિક વિવાદમાં ફસાયેલા એક દંપતીને ફટકાર લગાવતા કહ્યું હતું- આપ મહારાજાઓની જેમ વ્યવહાર ન કરો, દેશમાં 75 વર્ષથી વધુ સમયથી લોકશાહી છે, સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી દંપતીમાં સામેલ એક પક્ષ પર લક્ષિત હતી, જે કથીત રીતે શાહી વંશ સાથે સંબંધ રાખે છે.
ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ એન. કોટિશ્વરસિંહની બેન્ચે દંપતીના વડીલોને પોતાના અસીલોની વાત કરવા અને અદાલતને તેમના ઉદ્દેશથી માહિતગાર કરવાને નિર્દેશ કર્યો છે. બેન્ચે કહ્યું હતું- એવી રીતે નિવેદનો આપવામાં આવી રહ્યા છે કે જેથી મધ્યસ્થતાની કોશિષ નિષ્ફળ થઈ ગઈ છે?
રાજા-મહારાજાની જેમ વ્યવહાર ન કરો. લોકશાહીની દેશમાં સ્થાપનાને 75 વર્ષ વીતી ચૂકયા છે. બેન્ચે ચેતવણી આપી હતી કે જો મધ્યસ્થતાના માધ્યમથી કોઈ સમાધાન ન નીકળ્યું તો તે ત્રણ દિવસમાં કઠોર આદેશ પસાર કવામાં ખચકાશે નહીં.
આ કેસમાં ગ્વાલીયરમાં રહેતી મહિલાએ દાવો કર્યો હતો કે તે પ્રતિષ્ઠિત પરિવાર સાથે સંબંધ ધરાવે છે, જેના પૂર્વજો છત્રપતિ શિવાજી મહારાજની નૌ સેનામાં એડમિરલ હતા અને તેમને કોંકણ ક્ષેત્રના શાસક જાહેર કરવામાં આવ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy