ઈવીએમ મશીનના પરિણામો શંકાના દાયરામાં હોય છે ત્યારે..

લોકસભા ચૂંટણીમાં વીવીપેટ કાપલીઓની પણ ગણતરી કરવા ઉઠી માંગ: સુપ્રીમે કેન્દ્ર-ચૂંટણી પંચ પાસે માગ્યા જવાબ

India, Politics, Lok Sabha Election 2024 | 02 April, 2024 | 11:26 AM
સાંજ સમાચાર

દિલ્હી, તા.2
ચૂંટણીના પરિણામોમાં ઈવીએમ મશીન સામે સવાલો ઉઠી છે ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં ઈવીએમની સાથે વીવીપેટની બધી જ ચિઠ્ઠીઓની ગણતરી કરવામાં આવે તેવી અરજી એક સામાજિક કાર્યકર્તાએ સુપ્રીમ કોર્ટમાં ઉઠાવતા આ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ચૂંટણી પંચ પાસે જવાબ માગ્યો છે.

વોટર વેરિફિએબલ પેપર ઓડિટ ટ્રેલ (વીવીપીએટી) વોટ વેરિફિકેશન પ્રણાલી છે જે મતદાતાને એ જોવાની મંજુરી આપે છે કે તેનો વોટ તે ઉમેદવારને ગયો છે કે નહીં જેને તેણે વોટ આપ્યો છે. વીવીપેટથી ઈવીએમ મશીનથી કાગળની એક ચિઠ્ઠી નીકળે છે જેમાં મતદાતા જોઈ શકે છે કે તેણે કોને મત આપ્યો છે.

આ બધી ચિઠ્ઠીઓ એક સીલબંધ ડબ્બામાં રાખવામાં આવે છે અને વિવાદની સ્થિતિમાં તેને ખોલવામાં આવે છે. જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની પીઠે ચૂંટણીમાં બધી વીવીપેટ ચિઠ્ઠીઓની ગણતરી કરવાનો અનુરોધ કરનાર સામાજિક કાર્યકર અરુણકુમાર અગ્રવાલના વકીલોની દલીલ પર ધ્યાન આપ્યા બાદ અરજી પર ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. આ મામલે આગામી સુનાવણી 17મેએ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj