પીએમ મોદીના ખાસ મિત્ર પુતિનની આ વર્ષે હત્યાનો પ્રયાસ થશે : બાબા વેંગાની ભવિષ્યવાણી

India, World | 12 April, 2024 | 01:02 PM
દુનિયામાં આવશે આર્થિક સંકટ : ચીન જૈવિક શસ્ત્રનું પરીક્ષણ કરશે : કેન્સર, અલ્ઝાઇમર જેવી અસાધ્ય બીમારીની દવા શોધાશે : બાબાની વર્ષ ર0ર4ની ભવિષ્યવાણી
સાંજ સમાચાર

નવી દિલ્હી, તા. 12
બલ્ગેરિયાના રહસ્યમય બાબા વેંગાએ વર્ષ 2024 માટે ઘણી ભવિષ્યવાણીઓ કરી છે. અંધ બાબા વેંગાએ 85 વર્ષની વયે 1996 માં તેમના મૃત્યુ પહેલા 2024 માટે ઘણી ભવિષ્યવાણી કરી હતી, જેમાંથી કેટલીક સાચી પડી રહી હોવાનું જણાય છે અને આ વર્ષના પ્રારંભિક મહિનામાં વિશ્વના ઘણા ભાગોમાં ઉથલપાથલ જોવા મળી છે.

9/11 હુમલા, ચેર્નોબિલ દુર્ઘટના અને પ્રિન્સેસ ડાયનાના મૃત્યુ જેવી મોટી વૈશ્વિક ઘટનાઓની આગાહી કરનારા બાબા વેંગા પાસે 2024 માટે ઘણી આગાહીઓ છે.
બાબા વૈંગાએ આ વર્ષ માટે 5 મોટી ભવિષ્યવાણીઓ કરી છે.

તેમનું કહેવું છે કે આ વર્ષે દુનિયા મોટા આર્થિક સંકટનો સામનો કરી રહી છે. તેની શરૂઆત જાપાન અને બ્રિટનથી થશે અને આખી દુનિયા તેની પકડમાં આવી જશે. વિશ્વમાં દેવાનું વધતું જતું સ્તર અને વધતો જતો ભૌગોલિક રાજનૈતિક તણાવ આના મુખ્ય કારણો હશે.

બાબા વાંગાએ આગાહી કરી છે કે વર્ષ 2024માં કેન્સર અને અલ્ઝાઈમર જેવી અસાધ્ય બીમારીઓની સારવાર ઉપલબ્ધ થશે, જે સમગ્ર માનવજાતને ઘણો ફાયદો થશે અને વિશ્વના લાખો લોકોના જીવ બચાવશે.

બાબા વૈંગાના સમર્થકોના મતે આ વર્ષે સમગ્ર વિશ્વમાં સાયબર હુમલામાં વધારો થશે. જેના કારણે મોટી સંખ્યામાં લોકોએ પોતાની મિલકત ગુમાવવી પડશે. આ સાયબર હેકર્સ પાવર ગ્રીડ અને વોટર પ્લાન્ટ જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવશે, જે દેશોની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઉભો કરશે.

બાબા વૈંગાએ આગાહી કરી હતી કે આ વર્ષે યુરોપમાં ઘણા આતંકવાદી હુમલા થશે. આ દેશોની સરકારો આ હુમલાઓનો સામનો કરવામાં લાચારી અનુભવશે. તેની સાથે જ વિશ્વનો એક મોટો દેશ (સંભવત: ચીન) જૈવિક શસ્ત્રોનું પરીક્ષણ કરશે. તેના ટ્રાયલથી દુનિયામાં ભયનું વાતાવરણ વધશે.

પીએમ મોદીના મિત્ર વ્લાદિમીર પુતિન વિશે બાબા વૈંગાની ખતરનાક ભવિષ્યવાણી છે. બાબાનું કહેવું છે કે આ વર્ષે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની હત્યાના પ્રયાસ થઈ શકે છે. જો આમ થશે તો રશિયા અને વિશ્વની રાજનીતિમાં મોટા ફેરફારો થશે. આ કારણે રશિયાની વિદેશ નીતિઓમાં પણ ફેરફાર જોવા મળી શકે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj