આઈઆઈટી કાનપુરએ તૈયાર કર્યું અનોખુ ડિવાઈસ

આ ‘ટુથબ્રશ’ કેટલીક સેકન્ડમાં માઉથ કેન્સરની ઓળખ કરશે!

India, Technology | 02 April, 2024 | 09:54 AM
AI સેન્સર યુક્ત આ ‘ટુથબ્રશ’ મોંમાં ફોડલી, દાણા, રંગ અને ફ્રિકવન્સીથી કેન્સરનું નિદાન કરે છે
સાંજ સમાચાર

કાનપુર,તા.2

આઈઆઈટી કાનપુર ટુથબ્રશ આકારનું એક એવું ડિવાઈસ વિકસીત કર્યું છે જે કેટલાક સેકન્ડમાં માઉથ (યોં) કેન્સરની તપાસ કરશે. આથી માઉથ કેન્સરના પ્રારંભીક ગાળાને જાણી શકાશે.

આ ડિવાઈસ ટુંક સમયમાં ઈલાજ માટે બજારમાં ઉપલબ્ધ થશે. આઈઆઈટીએ એના કોમર્શિયલ ઉપયોગ માટે ખાનગી કંપનીઓને લાયસન્સ આપવાનો નિર્ણય કર્યો છે. સંસ્થાએ આ ડિવાઈસનું નામ ‘મુખ પરીક્ષક’ રાખ્યું છે. આઈઆઈટી કાનપુરના કેમિકલ એન્જીનીયરીંગ વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક પ્રો. જયંતકુમારસિંહ અને તેમની ટીમે આ ડિવાઈસ વિકસીત કર્યું છે.

પ્રો. સિંહે જણાવ્યું હતું કે, અત્યારસુધી કેન્સરની ઓળખ માટે ટિસ્યુમાં તપાસ થાય છે તેમાં ઘણો સમય લાગે છે. આ ડિવાઈસમાં તપાસ માટે નહીં લેવા પડે અને તપાસનો રિપોર્ટ પણ કેટલીક સેકન્ડોમાં મળી જશે.

તેમણે જણાવ્યું હતું કે, આ ડિવાઈસની ટ્રાયલ કાનપુર સ્થિત જેકે કેન્સર હોસ્પિટલ ઉપરાંત દેશના અન્ય અનેક હોસ્પિટલોમાં સફળ રહી હતી. ટુંક સમયમાં જ ખાનગી કંપનીઓ સાથે સમજુતી કરીને ટેકનીકલ લાયસન્સ આપવામાં આવશે.

કેવું છે આ ડિવાઈસ: હેન્ડહેલ્ડ અને પોર્ટેબલ છે. તેમાં સેલ્ફ પાવર બેકઅપ છે સ્માર્ટ ફોન, ટેબલેટ સાથે વાયરલેસ કનેકશન છે. હાનિકારક વિકિરણથી મુક્ત છે, કેમિકલ વિના ઉપયોગ, સ્વાસ્થ્ય ડેટાનો રેકર્ડ સુરક્ષિત છે.

એપ પર મળી જશે ડેટા: આ ડિવાઈસને મોંની ચારેબાજુ ફેરવવું પડશે. તેમાં લાગેલ કેમેરા અને સેન્સર મોંના દાણા, ફોડલા અને ટિશ્યુના ફોટા, રંગનો ડેટા સંસ્થાન દ્વારા વિકસીત એપ પર મોકલે છે. એપ પર ડિવાઈસથી મોકલવામાં આવેલ ડેટાના આધારે ખબર પડે છે કે દર્દીને કેન્સર છે કે નહીં.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj