લોકસભા ચૂંટણી માટે ફોર્મ ચકાસણીના દિવસે જ રસપ્રદ સ્થિતિ સર્જાઈ

સુરતમાં નિલેશ કુંભાણી સહિત કોંગ્રેસના ત્રણ ઉમેદવારોના ફોર્મ રદ થવાનું જોખમ

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 20 April, 2024 | 03:56 PM
◙ બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે નવુ ફોર્મ ભર્યુ છતાં પણ ચુંટણીપંચ દ્વારા ક્ષતિઓ દર્શાવાઈ: અમરેલીમાં જેનીબેન ઠુમરના મિલ્કત અંગેના સોગંદનામા મુદે વિવાદ
સાંજ સમાચાર

◙ સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારીના ટેકેદારો સુરત બહારના હોવાનું ખુલ્યુ: જિલ્લા કલેકટર દ્વારા એક કલાકમાં સ્પષ્ટતાનો સમય અપાયો

રાજકોટ,તા.20
ગુજરાતમાં લોકસભા ચૂંટણી સમયે એક તરફ વિવાદો વચ્ચે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે રસપ્રદ જંગની શકયતા છે. તેમાં હવે એક નવો વળાંક આવે તેવી શકયતા છે. સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી દ્વારા જે ફોર્મ રજુ કરવામાં આવ્યું હતું તેમાં ઉમેદવારના ટેકેદારોના મુદે ભાજપના ઉમેદવારના ચુંટણી એજન્ટે વાંધો ઉઠાવતા નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય તેવા સંકેત છે.

જીલ્લા કલેકટર દ્વારા કુંભાણીને આ અંગે સ્પષ્ટતા કરવા 4 વાગ્યા સુધીનો સમય અપાયો છે અને જો તેઓ ચુંટણીતંત્રને સંતોષ થાય તે રીતે જો સ્પષ્ટતા નહી કરી શકે તો તેમનું ફોર્મ રદ થાય તેવા સંકેત છે. આ ઉપરાંત ગુજરાતની વધુ બે બેઠકોમાં પણ ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ સામે પ્રશ્ર્ન ઉભા કરાયા છે.

જેમાં બનાસકાંઠામાંથી ચુંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના ફોર્મમાં ભુલ હોવાથી તેઓએ બીજુ ફોર્મ સાત સુધારાઓ સાથે રજુ કર્યુ હતું. નવા ફોર્મમાં ગેનીબેન ઠાકોરે જે મિલ્કતો દર્શાવી હતી તેમાં પણ ચુંટણીપંચને જો સંતોષ થશે તો જ તેમનું ફોર્મ માન્ય રહેશે. આ ઉપરાંત અમરેલીમાં પણ ભાજપે કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરના ફોર્મ સાથે જે સોગંદનામુ જોડયુ છે તે અંગે પણ પ્રશ્ન ઉઠાવ્યા છે અને તે મુદે પણ ચુંટણી અધિકારી સમક્ષ વાંધો રજુ કરાયો છે.

આમ ગુજરાતમાં કોંગ્રેસને ચુંટણી લડયા પહેલા જ ફટકો પડી શકે છે. જો કે આ મુદે કાનૂની જંગ પણ ખેલાઈ શકે છે પરંતુ હાલ કોંગ્રેસના ઉમેદવારની ઉમેદવારી જોખમમાં મુકાઈ હોવાના સંકેત છે. અમરેલીમાં જેનીબેન ઠુમરે તેમની એક મિલ્કત ઓછી બતાવી હોવાનો દાવો ભાજપે કર્યો છે અને તે મુદે હવે ચુંટણીપંચ નિર્ણય લેશે.

ફોર્મ સામે વાંધાની ખબર નથી મને કલેકટરે 4 વાગ્યે બોલાવ્યો છે: કુંભાણી
સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મમાં જે ટેકેદારો દર્શાવ્યા છે તે સુરત બહારના હોવાનું ખુલ્યુ છે. જો કે કુંભાણીએ પોતાની ઉમેદવારી જોખમમા હોવા અંગે ઈન્કાર કરતા કહ્યું કે મને જિલ્લા કલેકટરે બપોરે ચાર વાગ્યે બોલાવ્યો છે અને જે કાંઈ જરૂરી હશે તે સ્પષ્ટતા અપાશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj