અમેરીકામાં કાર અકસ્માતમાં ત્રણ ભારતીય વિદ્યાર્થીઓના મોત

India, World | 17 May, 2024 | 02:56 PM
સાંજ સમાચાર

અમદાવાદ,તા.17

અમેરીકાના જયોર્જિયાના અલ્ફારેટામાં થયેલા એકકાર અકસ્માતમાં ત્રણ ભારતીયો વિદ્યાર્થીઓના મોત થયાનું જાણવા મળ્યું છે. તેમજ બે લોકો ઘાયલ થયા છે. અકસ્માતનો ભોગ બનેલા તમામ વિદ્યાર્થીઓ 18 વર્ષના હતા.મૃતકમાં એક યુવક અને બે યુવતીનો સમાવેશ થાય છે.આ અકસ્માત હેજશ્રીરોડ અને મેકસવેલ રોડની વચ્ચે મંગળવારે સાંજે 8 કલાકે થયો હતો.

કારમાં કુલ પાંચ લોકો સવાર હતા. અકસ્માતમાં કાર મેઈન રોડ પરથી સરકીને ટ્રીલાઈમાં ધસી અને પલ્ટી ખાઈ જતા કારમાં સવાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમાં ઘટના સ્થળે બે લોકોના મોેત થયા હતા. પોલીસ રીપોર્ટ અનુસાર આર્યન અને શ્રીયાના ઘટના સ્થળે મોત થયા હતાં. જયારે અવનીનામની યુવતીએ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન અંતિમ શ્ર્વાસ લીધા.અન્ય બે વિદ્યાર્થીની હિતવાહ અને સમપાલ્લીઅને મોહમંદ લિયાકત તરીકે ઓળખ થઈ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj