મોરબી નજીક કારખાનામાંથી પોકસોના ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ

Local | Morbi | 17 April, 2024 | 01:25 PM
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) 
મોરબી તા. 17 
દાહોદના ગરબાડા પોલીસ સ્ટેશનમાં અપહરણ, દુષ્કર્મ અને પોકસોની ફરિયાદ નોંધાઈ હતી જે ગુનાના આરોપીઓ મોરબી તાલુકા વિસ્તારમાં હોવાની હકીકત મળી હતી તેના આધારે ત્યાની પોલીસ મોરબી આવી હતી અને મોરબી તાલુકા પોલીસને સાથે રાખીને ત્રણ આરોપીઓની ધરપકડ કરીને સાથે લઈ ગઈ હોવાની માહિતી જાણવા મળેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીની આસપાસના વિસ્તારમાં ઔદ્યોગિક એકમોમાં તથા ખેતીમાં રોજગારી માટે તેને બીજા જિલ્લા અને રાજ્યમાંથી આવતા લોકોમાંથી ઘણા બધા લોકો પોતાના વતનમાં ગુના કરીને આવતા હોય છે અને ત્યારબાદ ત્યાંની પોલીસ અહીં આવીને આરોપીઓની ધરપકડ કરતી હોય તેવું અનેક વખત સામે આવ્યું છે.

તેવામાં દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા પોલીસ સ્ટેશનમાં અપહરણ, દુષ્કર્મ અને પોકસોની ફરિયાદ નોંધાઈ હતી જે ગુનાના આરોપીઓ મોરબી તાલુકા વિસ્તારમાં હોવાની હકીકત મળી હતી જેના આધારે ત્યાંના ઇન્ચાર્જ પીઆઇ એસ.વી. વસાવા અને તેની ટીમ મોરબી આવી હતી.

મોરબી તાલુકા પોલીસને સાથે રાખીને મોરબીના બેલા ગામ નજીક ગ્લોબલ સીરામીકના લેબલ કવાર્ટરમાંથી આરોપી સંતોષ મહેશભાઈ જાના રહે. એમપી, લાલુભાઇ પટેલિયા રહે. એમપી અને અનિલ ખાપરા રહે. ગરબાડા તાલુકો દાહોદ વાળાની ધરપકડ કરીને અહીંથી ગરબાડા લઈ જવામાં આવ્યા હોવાનું મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી જાણવા મળેલ છે

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj