લીંબડીના જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં અચાનક આગ લાગતા ત્રણ કેબીનો બળીને ખાખ : ઈલેક્ટ્રીકના વીજ વાયરો પણ આગની ઝપટે

Local | Surendaranagar | 17 April, 2024 | 01:10 PM
દોઢથી બે કલાક સુધી લીંબડીમાં વીજ પુરવઠો ખોરવાયો : ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી અને દોઢથી બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 17
સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોએ છેલ્લા કેટલાક દિવસથી તાપમાનનો પારો ઊંચકાયો છે અને વહેલી સવારથી જ ગરમીનો પારો જોવા મળે છે અને બપોરે તો રોડ રસ્તાઓ પણ બની જતા હોય છે ત્યારે લીંબડીના જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં અચાનક કોઈ અગમ્ય કારણો વરસાદ આગ લાગવાની ઘટના સામે આવી છે અને જેમાં ત્રણ કેબીનો આગની લપેટમાં આવી ગયા હતા અને ઇલેક્ટ્રીકના વીજ વાયરો સુધી પણ આંખ પહોંચી જતા વીજ વાયરો પણ બનીને ખાસ થયા છે જ્યારે લીમડીમાં ત્રણ કલાક સુધી વીજળી પુરવઠો ખોરવાયો હોવાની વાત સામે આવી રહી છે.

જાણવા મળતી વિગતો અનુસાર લીમડીના જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી જેમાં ત્રણ કેબિનમાં આગ લાગતા અને ઉપરથી પસાર થતી વીજળીની લાઈનમાં પણ આગ લાગવાની ઘટના બનવા પામી છે અને વાયરો પણ સળગી જવાના કારણે દોઢથી બે કલાક સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો.

લીંબડીના તળાવ કાંઠે જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં બહાર રસ્તા ઉપર ખટકેલા લાકડાના પતરાના બનાવેલા ત્રણ કેબિનમાં પણ આગ લાગી હતી અને જે પણ બનીને ખાસ થઈ ગયા હતા આ અંગેની જાણકારી મળતા લીમડી ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી અને પાણીનો માળો કલાકો સુધી ચલાવી અને આગને કાબુમાં લેવામાં આવી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj