સોડા બોટલની 1000 પેટીના ચોરીના બનાવમાં ત્રણ શકમંદો ઝડપાયા: ધંધાની હરીફાઈ કારણભૂત

Crime | Rajkot | 21 May, 2024 | 03:06 PM
15 દિ’ પહેલાં રૈયારોડ ડ્રીમસીટી રોડ પર દ્વારકેશ પાર્કમાં આવેલ દાવત સોડાની એજન્સીમાંથી તસ્કરોએ ચોરી કરી ’તી: યુનિવર્સિટી પોલીસે શકમંદોને ઉઠાવી સઘન પૂછતાછ હાથ ધરી: ચોરેલ સોડા બોટલમાંથી અડધો મુદ્દામાલ વેંચી નાંખ્યો જ્યારે અન્ય માલ લક્ષ્મીનગરમાં આવેલ ગોડાઉનમાં છુપાવી દીધો ’તો
સાંજ સમાચાર

રાજકોટ. તા.21
15 દિ’ પહેલાં રૈયારોડ ડ્રીમશીટી રોડ પર દ્વારકેશ પાર્કમાં આવેલ દાવત સોડાની એજન્સીમાંથી સોડા બોટલની 1000 પેટીના ચોરીના બનાવમાં ત્રણ શકમંદોને યુનિવર્સિટી પોલીસે ઉઠાવી લીધાં હતાં અને તેની સઘન પૂછતાછ હાથ ધરતાં તેઓએ ધંધાના હરીફાઈમાં ચોરીને અંજામ આપ્યાની પ્રાથમિક કબુલાત આપી હતી. પોલીસે ચોરીના બનાવનો ભેદ ઉકેલવા આરોપીનો વધું પૂછતાછ યથાવત રાખી છે.

બનાવ અંગે લક્ષ્મીનગર મેઈન રોડ નંદ પર કીશોર સોસાયટી શેરીનં.1 માં રહેતાં અજયભાઈ નરશીભાઈ ભેસાણીયા (ઉ.વ.28) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તે છેલ્લા ત્રણ મહીનાથી રૈયારોડ ડ્રીમશીટી રોડ પર દ્વારકેશ પાર્કમાં દ્વારકાધીશ સેલ્સ નામે દાવત સોડાની એજન્સી તેના પિતા અને  સાળા કેવલ સાથે ચલાવે છે. એજન્સીનું મુખ્ય કામ જે તે કંપનીમાંથી સોડાનો માલ મંગાવી બાદમા એજન્સી મારફતે રીટેલ કરી  અલગ અલગ દુકાનોમા સોડા પહોંચાડે છે.

ગઈ તા.07/05/2024 ના એજન્સીમાં રાખેલ સોડા બોટલની 1800 પેટીઓ જે જગ્યાએ જોતા ત્યા માલ ઓછો લાગતાં ચોરી થયેલની શંકા ગઈ હતી. જેથી તેઓએ માલની ગણતરી કરતાં કુલ આવેલી 1800 સોડાની પેટીઓમાંથી 850 પેટી જીરા મસાલાની તેમજ અલગ અલગ વેરાયટીઓનો સોડાની પેટીઓ મળી કુલ 1000 પેટીઓ ઓછી જોવા મળી હતી. જેથી કુલ રૂ.2.42 લાખની સોડા બોટલ કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાવી હતી. 

બનાવ અંગેની ફરીયાદ પરથી યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ એન.આઈ.રાઠોડની રાહબરીમાં પીએસઆઈ બી.આર.ભરવાડ અને ટીમે તપાસ હાથ ધરી ત્રણ શકમંદોને ઉઠાવી લીધાં હતાં અને પૂછતાછ હાથ ધરતાં પકડાયેલા શખ્સો પણ સોડાની એજન્સી ધરાવે છે અને ધંધાનો ખાર રાખી સોડા બોટલની 1000 પેટીઓ ચોરી હતી. તેમજ આરોપીઓ ચોરી કરેલ માલ લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલ તેમના ગોડાઉનમાં લઈ ગયા હતા અને અડધો મુદ્દામાલ વેંચી નંખ્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. પોલીસે શકમંદોની સઘન પૂછતાછ હાથ ધરી બનાવનો ભેદ ઉકેલવાની તજવીજ હાથ ધરી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj