‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતેના લેસર શો અને નર્મદા આરતીના સમયમાં કાલથી ફેરફાર

Gujarat | 26 February, 2024 | 10:37 AM
પ્રોજેકશન મેપીંગ શો સાંજે 7.15 અને આરતી રાત્રે 8 વાગ્યે શરૂ થશે
સાંજ સમાચાર

રાજપીપળા,તા.26
એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યા બાદ શુલપાણેશ્ર્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા ગોરા ખાતે નવરચિત નર્મદા ઘાટ ખાતે નર્મદા મહાઆરતીનું આયોજન થાય છે. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ પ્રોજેકટ મેપીંગ શો (લેસર શો) પણ નિયમિત આયોજન કરવામાં આવતુ હોય છે. તેના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી અને શુલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા અત્રે આવનાર પ્રવાસીઓ પ્રોજેકશન મેપીંગ શો અને નર્મદા મહાઆરતીનો લાભ લઈ શકે એ માટે તા.27/02ના રોજથી સાંજના 7 કલાકના બદલે 7.15 કલાકથી લેસર શો (પ્રોજેકશન મેપીંગ શો) શરૂ કરવામાં આવશે. તે જ પ્રમાણે નર્મદા મહાઆરતી સાંજે 7.45 કલાકના બદલે સાંજે 8.00 કલાકથી શરૂ થશે.

આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સતામંડળ, એકતા નગરના અધિક કલેકટર ગોપાલ બામણીયાએ જણાવ્યુ હતું કે, લેસર શો માટેની લાઈટ દુનિયાની અત્યાધુનિક ટેકનોલોજી ધરાવે છે. લેસર શો (પ્રોજેકશન મેપીંગ શો) જયારે સંપૂર્ણ અંધારું હોય ત્યારે વધુ સારી રીતે જોઈ શકાય તેમ હોઈ અત્રેની કચેરી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવનાર પ્રવાસીઓના લાભાર્થે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રવાસીઓ મહાઆરતીમાં પણ ભાગ લઈ શકે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલની બરાબર બાજુમાં આવેલ બસસ્ટેશન ખાતેથી નર્મદા મહાઆરતી સ્થળે પહોંચવા માટે પ્લેટફોર્મ નં.5 અને 6થી બસ સેવા નિ:શુલ્ક ધોરણે ઉપલબ્ધ થશે.મહાઆરતી પૂર્ણ થતા વિવિધ પાર્કીંગ સ્થળે જવા માટે પણ બસ સુવિધા પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરવા સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરીટી અને શુલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા પ્રવાસીઓને ઉપરોક્ત સેવા અને આકર્ષણનો લાભ લેવા માટે જાહેર અપીલ કરવામાં આવી છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj