2019માં પક્ષે સીતારાઓ અને સેલીબ્રીટીઓ પર દાવ લગાવ્યો હતો હવે પૂર્વ બ્યુરોકેટ અને પૂર્વ ડિપ્લોમેટને મેદાનમાં ઉતારશે

સાંસદો સામેની નારાજગી ટાળવા ભાજપ ત્રણથી આઠ ટર્મના MP ને કાપશે

India, Politics, Lok Sabha Election 2024 | 27 February, 2024 | 05:51 PM
જી-20થી જાણીતા થયેલા પૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલા અને તરનજીતસિંઘને હિમાચલ અને પંજાબમાં ચૂંટણી લડાવવા તૈયાર: હજુ વધુ પૂર્વ અધિકારીઓની શોધ: સરકારી સેવામાંથી નિવૃત્ત થયેલા 60 થી 65 વર્ષના સક્ષમને તક
સાંજ સમાચાર

► 2019માં ભાજપે 99 સાંસદોને પડતા મૂક્યા હતા: પ્રથમ વખત ગૌતમ ગંભીર, સન્ની દેઓલ, રવિ કિશન, લોકેટ ચેટર્જી, હંસરાજ હંસ જેવા સેલીબ્રીટીઓને મેદાનમાં લાવ્યા હતા:  હવે 75 વટાવી ગયેલા 15 સાંસદો પણ કપાશે

► આઠ ટર્મથી ચૂંટાતા મેનકા ગાંધી ઉપરાંત 6 ટર્મથી ચૂંટાતા 8 અને 5 ટર્મથી ચૂંટાતા 11 ઉપરાંત 4 ટર્મથી ચૂંટાતા 19 અને 3 ટર્મના 28 સાંસદો પર કાતર ફરી વળશે

નવી દિલ્હી, તા.27
લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરુ કરી દીધી છે અને એક તરફ વડાપ્રધા નરેન્દ્ર મોદી લોકપ્રિયતાના આધારે અને મોદી ગેરંટીના સુત્રોથી ભાજપ ‘અબ કી બાર 400 કે પાર’ના સુત્રોને વાસ્તવિક બનાવવા તૈયારી છે. પરંતુ ભાજપની સૌથી મોટી ચિંતા તેના સ્થાનિક સ્તરે સાંસદોની કામગીરી સામે લોકોને અસંતોષ છે અને તેથી જ ભાજપ મોટાપાયે લોકસભા ચૂંટણીમાં તેના સીટીંગ સાંસદોને પડતા મુકીને રાજકારણ સાથે નહીં જોડાયેલા પરંતુ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓને લોકસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતારે તેવા સંકેત છે.

તેમાં અનેક ડિપ્લોમેન્ટ પણ ચર્ચામાં છે. અને સૌથી વધુ નામ જે ચમકે છે તે જી-20 બેઠકોથી સતત સુર્ખીમાં રહેલા પૂર્વ વિદેશ સચિવ હર્ષ વર્ધન સીંઘલાને ભાજપ હિમાચલ પ્રદેશમાંથી ચૂંટણી મેદાનમાં ઉતારે તેવી શક્યતા છે. નિવૃત્ત થયા બાદ તેઓ પોતાના વતનમાં સ્કૂલોમાં કોમ્પ્યુટર ક્લાસી ચલાવી રહ્યા છે અને અન્ય સોશ્યલ વર્ક કરી રહ્યા છે. 2019ની ચૂંટણીમાં ભાજપે તેના 36 ટકા સીટીંગ સાંસદોને પડતા મુક્યા હતા. આમ કુલ 268માંથી 99ની ટીકીટ કાપી હતી. જેઓ 2014માં જીત્યા હતા અને તેમાં નવોદિત ગૌતમ ગંભીર, સન્ની દેઓલ, રવિ ક્રિષ્નન, લોકેટ ચેટરજી, હંસરાજ હંસ અને પૂર્વ અધિકારી અપરાજીત સારંગીનો સમાવેશ થતો હતો. જેઓને 2019માં પ્રથમ વખત ચૂંટણી લડવાનો મોકો મળ્યો અને તેઓ જીત્યા હતાં.

હવે જ્યારે 2024ની ચૂંટણીમાં ભાજપે 400થી વધુ બેઠકો એનડીએ ગઠબંધનને મળે તેવી શક્યતા દર્શાવી છે. તે સમયે પંજાબમાં પૂર્વ ડિપ્લોમેન્ટ તરંગજીતસિંઘ સંધુ પણ આ યાદીમાં હોવાનું બહાર આવ્યું છે. પંજાબના અમૃતસર અને સરહદી વિસ્તારોમાં તેઓ જાણીતો ચહેરો છે તેથી ભાજપ માટે તે મહત્વના ઉમેદવાર સાબિત થઇ શકે છે.

આ ઉપરાંત પક્ષે હાલમાં જ કેટલાક એવા ચહેરાને ભાજપમાં સમાવ્યા છે. જે તેમના મત વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય છે. તેમાં કોંગ્રેસના ઝારખંડના સાંસદ ગીતા કોડા ઉપરાંત બસપાના સાંસદ રીતીશ પાંડે અને ઉત્તર પ્રદેશના પણ કેટલાક સાંસદો પર નજર છે. ગીતા કોડાએ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાના પત્ની છે અને ગઇકાલે જ ભાજપમાં જોડાઇ ગયા હતા. ઝારખંડમાં ભાજપને 14 થી 2 બેઠકો છે અને તેથી પક્ષ આ રાજ્યમાં તેની બેઠકો વધારવા માટે પ્રયત્નશીલ છે. 2014ની ચૂંટણી પછી અનેક બ્યુરોકેટને ભાજપે કેન્દ્રીય મંત્રી મંડળમાં પણ સમાવેલા છે.

જેમાં એસ. જયશંકર, આર.કે. સિંઘ, હરદિપસિંગ પુરી, અશ્વીની વૈષ્ણવનો પણ સમાવેશ થાય છે. જ્યારે હવે સીંગલા અને સંધુ તે યાદીમાં આવે તેવી શક્યતા છે. સંધુ અને સીંગલા બંને વિદેશ નીતિના નિષ્ણાંત ગણાય છે. ભાજપે 2019માં 303 બેઠકો જીતી હતી જેમાં 10 સાંસદો વિધાનસભા ચૂંટણી લડવા માટે લોકસભામાંથી રાજીનામા આપ્યા હતા અને 2019 જેમ ભાજપે 75 વર્ષ કે તેથી ઉપરના સાંસદોને ફરી ટીકીટ ન આપી હતી

તેમાં સમયના અધ્યક્ષ સુમીત્રા મહાજન, એલ.કે. અડવાણી, કારીયા મુંડા, કલરાજ મિશ્રા, બીજોય ચક્રવર્તી, બી.સી. ખંડુરી, સાંતાકુમાર અને મુરલી મનોહર જોષી જેવા દિગ્ગજો પણ સામેલ છે જ્યારે હવે 2024માં 75 વર્ષ પૂરા કરનાર મથુરાના સાંસદ હેમા માલિની ઉપરાંત  બરેલીના સંતોષકુમાર ગંગવાર અને લખનઉના રીટા બહુગુણાનો સમાવેશ થાય છે આ ઉપરાંત મેનકા ગાંધી અને ગંગવરે 8 ટર્મ પૂરી કરી છે.

ભાજપના ત્રિકમગઢના સાંસદ અને કેન્દ્રીય મંત્રી વિરેન્દ્રકુમાર 7 ટર્મથી સાંસદ છે. ભાજપના 8 એવા સાંસદ છે કે 6 થી વધુ ટર્મ ચૂંટણી જીતી ચૂક્યા છે. 11 સાંસદો 5 ટર્મથી ચૂંટણી જીતે છે. 19 સાંસદો 4 ટર્મથી છે અને 28 સાંસદો 3 ટર્મથી છે આમ ભાજપ તેમના આ પ્રકારે પીઢ સાંંસદોને પણ વિદાય આપી શકે છે.

જ્યારે રાજ્યસભામાં ફરી નિયુક્ત નહીં થયેલા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર યાદવ, મનસુખ માંડવીયા અને પરસોતમ રુપાલામાંથી કેટલાક લોકસભામાં પહોંચે  તે પ્રશ્ર્ન છે. 2019માં ભાજપે રાજ્યસભાના સાંસદ રવિશંકર પ્રસાદ, સ્મુતિ ઇરાનીને લોકસભામાં ઉભા રાખ્યા હતા અને જીત્યા હતા. પરંતુ કેરાળામાં ભાજપને સૌથી મોટી ચિંતા ખાતુ ખોલવાની છે અને ત્યાં પણ જાણીતા ચહેરાને લઇ આવવા તૈયારી છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj