રાજકોટ, તા. ર0
મહાનગરપાલિકાના હાઉસીંગ ઈમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિ ચેરમેન અને વોર્ડ નં.13ના કોર્પોરેટર નીતિન એન. રામાણીનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ તા.20-1-1981ના રોજ ગોંડલ તાલુકાના નાના મહીકા ગામે થયો હતો. આજે તે સફળ જીવનના 44વર્ષ પૂર્ણ કરી 45માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.
નીતિન રામાણી નાની ઉમરમાં સેવા અને સંગઠન થકી અનેરી સિધ્ધિઓ મેળવી છે. સરળ અને મિલનસાર સ્વભાવના કારણે બહોળું મિત્ર મંડળ ધરાવે છે. તેઓ વિવિધ સામાજીક સંસ્થાઓ, સર્વશક્તિ યુવા ગ્રુપના પ્રમુખ તરીકે કાર્યરત, ખોડિયાર ગરબી મંડળમાં ટ્રસ્ટી તરીકે કાર્યરત, વિશ્વેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી તરીકે કાર્યરત, ગણપતિ મંદિરમાં ટ્રસ્ટી, વેપારી એસોસિએશન જેવી સંસ્થાઓ સાથે જોડીને લોકસેવાના કાર્ય કરતા રહે છે.
તેમની આવી સેવાઓના કારણે તેમને 108નું બીરૂદ આપવામાં આવ્યું છે અને હર હંમેશને માટે લોકોના દુ:ખમાં કે સુખમાં લોકોની સાથે રહ્યા છે. તેમના જન્મદિવસ નિમિતે તેમના પરિવારજનો વિવિધ સંસ્થાઓ તેમજ મિત્રો દ્વારા તેમના મો.98790 77062 ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy