ઉમિયા પરિવાર સંગઠન સમિતિના સોંરાષ્ટ્રઝોનના સંગઠન મંત્રી પ્રફુલભાઇ કાથરોટીયાનો આજે જન્મદિવસ

Local | Rajkot | 22 May, 2024 | 03:15 PM
સાંજ સમાચાર

રાજકોટ:તા 22 
ભાજપના સંનિષ્ઠ કાર્યકર અને કડવા પટેલ સમાજમાં સન્માનીય સ્થાન ધરાવતા વોર્ડ પ્રફુલભાઈ કાથરોટીયાનો આજે જન્મદિવસ છે. તેઓ પ્રભાવશાળી જીવનનાં 63 માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તા. રર/05/1962 ના રોજ ભાયાવદર ખાતે જન્મેલા પ્રફુલભાઈ કાથરોટીયા નાની વયે જ ભાજપના ભગવા રંગે રંગાઈને જાહેર જીવનમાં સક્રિય બન્યા છે.

રાજકોટને કર્મભૂમી બનાવનાર વોર્ડ નં.20 માં વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, મહામંત્રી તરીકે જવાબદારી વહન કરનાર પ્રફુલભાઈ કાથરોટીયા વિવિધ સંસ્થાઓના માધ્યમથી સેવાકીય પ્રવૃતી દ્રારા લોકહદય સુધી પહોચ્યા છે. હાલમાં ઉમિયા માતાજી મંદિર સિદસરના કારોબારી સભ્ય ઉમિયા પરિવાર સંગઠન સમિતિમાં સૌરાષ્ટ્ર ઝોનમાં સંગઠન મંત્રી, પૂર્વ ઉપપ્રમુખ રાજકોટ શહેર ભાજપ, કલબ યુવીના ટ્રસ્ટી, કેપીએસ કલબ ના મેનેજીંગ ડીરેકટર તરીકે સક્રિય ભૂમીકા ભજવી રહયા છે. વિશાળ મિત્ર વર્તુળ ધરાવતા પ્રફુલભાઇ કાથરોટીયા 94ર67 19200 પર જન્મદિવસની શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj