ચેન્નઈ,તા.25
IPL 2025ની 43મી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાશે. વર્તમાન સીઝનમાં આ બન્ને ટીમનું પ્રદર્શન અત્યાર સુધી નિરાશાજનક રહ્યું છે.
આ બન્ને ટીમના આઠ મેચમાં બે જીત સાથે માત્ર ચાર-ચાર પોઇન્ટ છે અને જો તેઓ પ્લેઑફ માં પહોંચવાની પોતાની ધૂંધળી આશાઓને જીવંત રાખવા માગતા હોય તો તેઓએ તેમની બધી મેચ જીતવી પડશે.
ચેન્નઈ સામે હૈદરાબાદનો રેકોર્ડ સારો રહ્યો નથી. ચેન્નઈના ગઢ ચેપોક સ્ટેડિયમમાં પણ આ હોમ ટીમ સામે એક પણ મેચ જીતી શક્યું નથી. આ સ્ટેડિયમમાં બન્ને ટીમ વચ્ચે રમાયેલી પાંચેય મેચમાં ચેન્નઈએ હૈદરાબાદને માત આપી છે.
આ બન્ને ટીમોએ છેલ્લી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે હારનો સામનો કરવો પડયો હતો.
હેડ-ટુ-હેડ રેકોર્ડ
કુલ મેચ- 21
CSK ની જીત- 15
SRH ની જીત- 06
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy