રાજકોટ તા.19
હૃદયસ્થ પૂજય માઁ સ્વ. ગજુમતીબેન સૌભાગ્યચંદભાઈ કોઠારીનું 94 વર્ષની જૈફ વયે નમસ્કાર મહામંત્ર નવકારનું દિવ્ય સ્મરણ કરતા તા.17મીના સોમવારે નિધન થયું. જેમની જીવનયાત્રા સંપૂર્ણપણે ધર્મમય રહી હતી. સ્વ. સૌભાગ્યચંદ મોનજીભાઈ કોઠારી પરિવારને માતાનું વાત્સલ્ય, મમતા અને પ્રેમાળ હુંફ ગુમાવ્યાનો અહેસાસ અનુભવાઈ રહ્યો છે.
વાત્સલ્યમૂર્તિ માઁ સ્વ. ગજુમતીબેન સૌભાગ્યચંદભાઈ કોઠારીના પુનિત સ્મરણમાં આવતીકાલ તા.20ના સવારે 10થી 12 મોહનભાઈ હોલ, કસ્તુરબા ગાંધી રોડ, રાજકોટ ખાતે હૃદયાંજલી (પ્રાર્થના સભા) અપાશે.
જૈન ધર્મના સંસ્કારોથી સમૃધ્ધ કોઠારી પરિવારમાં બે દીક્ષાઓ પણ થઈ છે. જેમાં પૂ.સાધ્વીજી શ્રી વિપુલયશાશ્રીજી મ. તથા પૂજય સાધ્વીજી શ્રી વ્રતધરાશ્રીજી મ. સદ્ગતના સંસારી ભાભી થતા હતા.
કોઠારી પરિવારના ઉર્વશીબેન અશ્ર્વિનભાઈ કોઠારી, ભાવનાબેન પંકજભાઈ કોઠારી, શ્રીમતી પૂર્વીબેન પ્રદીપભાઈ શાહ (સાંજ સમાચાર), કામિનીબેન તરૂણભાઈ કોઠારી, તેજલબેન હિરેન (ડો.) ભાઈ કોઠારી તથા સ્વ. યશોમતીબેન અનંતરાય કોઠારી, આરતીબેન ચેતનભાઈ કોઠારી, અલ્કાબેન હેમેનભાઈ શેઠ (મુંબઈ), ભાવનાબેન કેતનભાઈ કપાસી (મુંબઈ), પ્રીતિબેન હિતેશભાઈ તેજાણી (વડોદરા), દિપકભાઈ, સ્વ. અતુલભાઈ તથા ડો. કલ્પિતભાઈ સંઘવી, કેતન, અંકુર, હિમાની, કુણાલ, નિધિ, ભાવિન, કરણ, અવનિશ, વિધિ, જયરાજ, જસરાજ, રાજ, જુહી વગેરેએ વાત્સલ્યનો વિસામો ગુમાવ્યો છે.
પ્રાર્થના સભા
રાજકોટ : સ્વ. ગજુમતીબેન સૌભાગ્યચંદભાઇ કોઠારી તા. 17ના અરિહંત શરણ પામ્યા છે તેમની હૃદયાંજલી (પ્રાર્થના) સભા તા. ર0મીના ગુરૂવારના સવારે 10 થી 1ર, મોહનભાઇ હોલ, કસ્તુરબા ગાંધી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy