કાલે રામનવમી : પ્રભુ રામના રંગે રંગાશે સૌરાષ્ટ્ર-કચ્છ : ઠેર ઠેર શોભાયાત્રા

Saurashtra, Dharmik | Rajkot | 16 April, 2024 | 12:46 PM
રાજકોટમાં ઇસ્કોન મંદિર, રામજી મંદિર, સદગુરૂ આશ્રમમાં વિવિધ અનુષ્ઠાનો યોજાશે : વિહિપ-રાધેશ્યામ ગૌશાળાના ઉપક્રમે શોભાયાત્રા : રાજુલા, જામજોધપુર, અમરેલી, જામખંભાળીયા તથા ભાવનગરમાં રામનવમી પ્રસંગે શોભાયાત્રા સાથે પૂજન-અર્ચન, મહાપ્રસાદના આયોજનો : અયોધ્યામાં રામમંદિરની પ્રતિષ્ઠા બાદ લોકોમાં જોવા મળી રહી છે શ્રધ્ધા અને ભકિતની લહેર
સાંજ સમાચાર

રાજકોટ, તા. 16 શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરન ભવભય દારૂણં । નવકંજ-લોચન, કંજમુખ, કરકંજ, પદ કંજારૂણં ભગવાન રામ વિષ્ણુનો સાતમો અવતાર છે. આવતીકાલે રામનવમી છે. ભગવાન શ્રી રામચંદ્રનો જન્મોત્સવ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેરા ઉમંગ સાથે ઉજવાશે. તા.22મી જાન્યુઆરીના અયોધ્યામાં 500 વર્ષ બાદ ભગવાન શ્રી રામનું ભવ્યાતિત મંદિરની પ્રતિષ્ઠા થઇ છે.  આવતીકાલે બપોરના 1ર વાગે ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ભવ્ય રીતે ઠેર ઠેર ઉજવાશે, ઠેર ઠેર શોભાયાત્રા,  ભંડારો, પૂજન-અર્ચન રામકથાના આયોજન થયા છે. 

રાજકોટ
રાજકોટમાં વિહિપ તથા રાધેશ્યામ ગૌશાળા દ્વારા રામકથાનું આયોજન કરવામાં આવેલ છે તથા આવતીકાલે શોભાયાત્રા યોજાશે. રાજકોટમાં પોપટપરામાં આવેલ રામજી મંદિર ખાતે વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો યોજાશે. સદગુરૂ આશ્રમમાં કાલે બપોરે વિશેષ આરતી તથા સદગુરૂ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. 
ઇસ્કોન મંદિરમાં કાલે 2100 કિલો વિવિધ રંગી સુગંધીત ફુલોથી ભગવાન રામચંદ્રનો પુષ્પ અભિષેક, ભાવિકો માટે ભંડારા પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. 

રાજુલા
રાજુલા શહેરમાં અયોધ્યામાં રામ મંદિર બન્યા બાદ આ પ્રથમ રામનવમીની ભવ્ય રીતે ઉજવણી કરાશે.  રામ નવમીનો રામ ઉત્સવ ઉજવવા વિશ્વહિન્દુ પરિષદ બજરંગદળ અને ચેમ્બર ઓફ કોમર્સ તેમજ વિવિધ ધાર્મિક સંગઠનો તેમજ વેપારી આગેવાનો સતત 30 દિવસથી તડામાર તૈયારીઓ કરી રહ્યા છે રાજુલા શહેરમાં રામનવમીની જૂની કમિટી બદલતા આ નવી નવયુવાનો ની કમિટી દ્વારા આ વર્ષે વિવિધ સંસ્થાઓ ના કાર્યકરોની દરરોજ રાત્રે મીટીંગ યોજવામાં આવે છે નવા નવા આયોજનો પણ  કરવા આવ્યા છે. વિવિધ ફ્લોટ યોગી આદિત્યનાથ નો કલાત્મક ભવ્ય મૂર્તિ નો ફ્લોટ જેસીબી માં બનાવવામાં આવશે. 

51 કન્યાઓ દ્વારા 20 જેટલા ટ્રેક્ટર માં રામાયણ બતાવવામાં રાજકોટ થી ક્ધયાઓ ટીમ સાથે રથયાત્રાનું જોવાલાયક રામાયણનું પાત્ર બનશે આવશે રાજુલા શહેર આમ તો અત્યારથી જ અયોધ્યામય બની ગયું છે આખા રાજુલામાં અયોધ્યા ઉત્સવ ક્યારે આવે તેની  રાહ જોવાઇ રહી છે

 રામ જન્મ મહોત્સવ ઉજવવા બજરંગ દળ તથા વિશ્વ હિન્દુ પરિષદ તથા ચેમ્બર ઓફ કોમર્સ તેમજ યુવાનો ની ટીમ દ્વારા ડોર ટુ ડોર બેઠક આયોજન માટે રાખવામાં આવે છે રાજુલા શહેર ના વેપારી ઓ  પોતપોતાના ધંધાઓ પણ બંધ કરી રામ ઉત્સવના કામે લાગી ગયા છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ચેમ્બર ઓફ કોમર્સ સહિત વિવિધ હિન્દુ સંસ્થાઓ દ્વારા આ ભગીરથ કાર્ય કરવાનો પ્રારંભ કરી દેવામાં આવેલ છે.

રાજુલા શહેરને ધજા પતાકડા ભવ્ય રીતે શણગારી દેવામાં આવ્યું અને માર્કેટિંગ યાર્ડ પાસે શહેરમાં શહીદ ચોક 25 ફૂટના સ્થંભ ઉપર થાંભલા ઉપર કેસરી  ઘ્વજારોહણ કરવામાં આવ્યું તેમજ રાજુલાનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર એવો મોહન ટાવર લાઇટોથી શણગારવામાં આવ્યો છે અને કલાત્મક લાઇટો લગાડવામાં આવી છે. સમગ્ર રાજુલા શહેરમાં મોટા ઠેર ઠેર શ્રી રામ ભગવાનના હોડીંગ લગાડવામાં આવ્યા છે જે શહેરમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

આ રથયાત્રામાં સ્પેશ્યલ બાળકો દ્વારા રામાયણ આખી બાળકો દ્વરા શણગારી અને 20 ટ્રેકટરમાં ફલોટ રામ જન્મથી સંપૂર્ણ રામાય બતાવવામાં આવશે અને તેની તૈયારીઓ અગાઉથી કરી દેવામાં આવેલ છે. રથયાત્રાનું જોવાલાયક રામાયણનું પાત્ર બનશે બીજી તરફ ડીજે તેમજ અન્ય ફલોટ તેમજ 20 જેટલા ઠંડા પાણી શેરડીનો રસપાવ ભેળ લસ્સી સોડા સહિતના રસ્તા પર સ્ટોલ શહેરમાં  મુકવામાં આવેલ છે. 

જામજોધપુર  
જામજોધપુર તાલુકાના ધુનડા ગામે આવેલ સતપુરાણ ધામ આશ્રમ મુકામે 17 એપ્રિલ રામનવમીથી  નરેન્દ્રભાઇ રાજયગુરૂના વ્યાસસ્થાને શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ થશે સુદાણી પરિવારના મંગલ મનોરથીથી આ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે જેમાં દરરોજ સવારે 9 થી 12 વાગ્યા સુધી તેમજ 3 થી 6 વાગ્યા સુધી ભાવિકજનો ને કથાનું રસપાન કરાવાશે સાથે દરરોજ સંતવાણી મહાપ્રસાદ લોકડાયરાનું ભવ્ય આયોજન કરાયેલ છે.

રામ નવમીના દિવસે સવારે 9 કલાકે સદગુરૂ જેન્તીરામ બાપા તથા યજમાન પરિવાર દ્વારા દીપ પ્રાગટય કરાશે કથા દરમ્યાન તુલસી વિવાહ રામકૃષ્ણ જન્મોત્સવ કપીલ જન્મ નૃસિંહ પ્રાગટય જેવા વિવિધ પ્રસંગો ઉજવાશે તા.21-4ના રોજ શ્રી ભાવેશશ્વર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા ત્રિદિવસીય મહોત્સવ રાખવામાં આવેલ છે જેમની શાસ્ત્રોકત વિધિ આચાર્ય પ્રકાશભાઇ પંડયા દ્વારા કરાવાશે. આ ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવમાં અતિથિ વિશેષ તરીકે સનાતન ધર્મ ભુષણ પૂ. રાજરાજેશ્ર્વર ગુરૂજી સિધ્ધાશ્રમ શકિત સેન્ટર (લંડન) વાગલધારા તેમજ રાષ્ટ્રવંદના મંચના સંસ્થાપક નિવૃત ડી.આઇ.જી. વણઝારા ઉપસ્થિત રહેશે. તો સર્વ ધર્મપ્રેમી ભાવિકજનોને આ ધાર્મિકો ઉત્સવમાં પધારવા ભાવભર્યુ નિમંત્રણ પાઠવાયું છે. 

અમરેલી
અમરેલી ખાતે આવતી કાલ 17 એપ્રિલનાં રોજ  વિહિપ, બજરંગદળ, માતૃશકિત, દુર્ગાવાહિની દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીનાં પ્રાગટય મહોત્સવની આસ્થા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે.

બુધવારે સવારે 9 કલાકે ભગવાન શ્રી રામચંદ્રજીની ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન નાગનાથ મંદિરથી થશે. શોભાયાત્રા ડો. જીવરાજ મહેતા ચોક, ટાવર ચોક, કાશ્મીરા ચોક, થઈને રામજી મંદિર ખાતે પહોંચશે જયાં 1ર કલાકે મહાઆરતી યોજાશે. શોભાયાત્રા અને મહા આરતીમાં તમામ ભકતજનોને પધારવા વિહિપ દ્વારા અનુરોધકરવામાં આવેલ છે.  

જામખંભાળીયા
આગામી બુધવાર તારીખ 17 ના રોજ રામનવમીના પાવન પર્વે ખંભાળિયામાં નગર ગેઈટ પાસે આવેલા શ્રી રામ મંદિર ખાતે અહીંના શ્રી સમસ્ત સતવારા સમાજ દ્વારા અયોધ્યા રામ મંદિરની ઝાંખી તેમજ અયોધ્યાના મંદિરમાં જે રામ લલ્લાની જે મૂર્તિ બિરાજમાન છે, તે જ પ્રકારની મૂર્તિના ભવ્ય દર્શન તથા મહા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. તો આ પ્રસંગે સવારે સાત વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી દર્શન તેમજ મહાઆરતીનો લાભ લેવાય ધર્મપ્રેમી જનતાને અપીલ કરવામાં આવી છે. 

ભાવનગર
વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી રામ જન્મ મહોત્સવ સમિતિ - ભાવનગર દ્વારા 1992 થી શરૂ કરી દર વર્ષે પરંપરાગત રીતે ભગવાન શ્રી રામલલાની શોભાયાત્રા ભાવનગરના રાજમાર્ગો પરથી નીકળતી હોય છે, ત્યારે આ વર્ષની ભવ્ય શોભાયાત્રા તા.17-4 પરિમલ પાસે શ્રી રામમહલ, તપસ્વી બાપુની જગ્યાથી સાંજના - 4-00 કલાકે પ્રસ્થાન થવાની છે,

આ શોભાયાત્રામાં ભાવનગરના સાધુ-સંતો, રાજનૈતિક અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે, આ શોભાયાત્રામાં અખાડા, મિનિ ટ્રેન, વાંદરો, જીપ, આકર્ષક ફ્લોટ જોવા મળશે જે આ શોભાયાત્રાનું આકર્ષણનું કેન્દ્ર બનશે. આ શોભાયાત્રા શ્રી રામ મહલ થી પ્રસ્થાન થઈ, સહકારી હાર્ટ, ઝૂલેલાલ ચોક, સંત કવરરામ ચોક, કાળાનાળા, દાદાસાહેબ જૈન દેરાસર, તાલુકા પંચાયત, બિલેશ્વર મહાદેવ, ચાવડીગેટ, વિજય ટોકીઝ, પાનવાડી, જશોનાથ ચોક, વાસણઘાટ, વીર ભગતસિંહ ચોક, વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય, જગદીશ મંદિર, ખારગેટ, જલારામ બાપા મંદિર ખારગેટ, મામાકોઠા, બાર્ટન લાઈબ્રેરી, કૃષ્ણેશ્વર મહાદેવ, શિવરામ રાજ્યગુરુ ચોક, નવાપરા, પીપળીયા હનુમાનજીના મંદિરે થઈ ભીડભંજન મહાદેવ ખાતે આ શોભાયાત્રા પૂર્ણ થશે આ શોભાયાત્રાની શરૂઆત અયોધ્યામાં ભવ્ય રામમંદિર બને તેવા સંકલ્પ સાથે આ શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. 

આ વર્ષની 22 જાન્યુઆરીના પાવન દિવસે અયોધ્યાના નવનિર્મિત રામમંદિરમાં ભગવાન રામલલાની ભવ્ય પ્રાણ-પ્રતિષ્ઠા થઈ અને તેની સાથે આ શોભાયાત્રાનો સંકલ્પ પૂર્ણ થયો હોય, જેનાથી લોકોમાં ભગવાન રામલલાની શોભાયાત્રાને લઈ વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો હોય, ત્યારે આ વર્ષની શોભાયાત્રામાં હિન્દુએકતાને અખંડીત રાખવાના હેતુ સાથે બહોળી સંખ્યામાં હિન્દુ સમાજ જોડાય અને ફરી વખત આ જ વર્ષે રામમય વાતાવરણ બને તે માટે સમગ્ર હિન્દુ સમાજ ને આવાહન કરવામાં આવ્યું છે.

ટંકારામાં આજે રામ જન્મોત્સવ નિમિત્તે બાઇકરેલી : રાત્રે ગરબા તથા આવતીકાલે શોભાયાત્રા
(જીજ્ઞેશ ભટ્ટ)
મોરબી, તા. 16

ટંકારા સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ કાલે રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે સાંજે બાઈક રેલી અને રાત્રે ચોક ખાતે રામ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને ઘરે ઘરે દિવડા પ્રગટાવી ભગવા ધ્વજને લહેરાવી આશોપાલવના તોરણીયા લગાવી કાર્યક્રમમાં જોડાવવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે અને કાલે બપોરે દયાનંદ ચોક ખાતે મહાઆરતી બાદ સમુહ ફરાળ યોજાશે જેનો દરેકે લાભ લેવા આયોજકોએ અનુરોધ કરેલ છે.

ટંકારામાં સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ એકઠા થઈને કાલે તા 17 ના રોજ ભગવાન રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં શહેરને ધ્વજા પતાકાથી સજાવી છે ચોક ખાતે અયોધ્યા નિજ મંદિર થિમ પર પંડાલ ઉભો થયો છે. સાથે પ્રાગટ્ય દિવસની પુર્વ સંધ્યાએ આજે સાથે 5:00 વાગ્યે બાઇક રેલી અને રાત્રે 8:30 કલાકે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ ઘરોમાં દિવડા પ્રગટાવી નોમની સવારે એટલે કે રામનવમીના ઘરના આંગણે આસોપાલવ તોરણિયા, ભગવી ધ્વજા બાંધી વિશાળ શોભાયાત્રામાં નગરજનો જોડાશે.

શોભાયાત્રામાં જોડાનાર ભકત સમુદાય માટે ફળાહારની વ્યવસ્થા ઉપરાંત ઠેર ઠેર પાણી ઠંડા પિણાનુ આયોજન કરવામાં આવશે. અને રામ જન્મોત્સવ ઉજવવા ઉત્સવ સમિતિના કાર્યકરો દ્વારા તાલુકા અને નગરના તમામ હિંદુ સમાજના આગેવાનો સાથે બેઠક યોજી જેમાં નગરમાં ઉત્સવ મનાવવાનુ નક્કી કરવામાં આવ્યું હતું. અને સમગ્ર શહેરને ધ્વજા પતાકા લહેરાવી બજારો, માર્ગો ઉપર રામ જન્મોત્સવ ઉજવવાના બેનરો લગાવી, સુશોભિત કરવામાં આવતા અયોધ્યા નગરી જેવો માહોલ ઉભો કરી દેવાયો છે.

બેઠકમાં રામના જયઘોષ સાથે શોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન માટે એક સુર વ્યક્ત કરાયો હતો. અને શોભાયાત્રા કાલે સવારે 9 વાગ્યે શ્રી લક્ષ્મીનારાયણ સોસાયટીના સાર્વજનિક પ્લોટથી શરૂ કરવામાં આવશે જે દેરીનાકા મેઈન રોડથી દયાનંદ ચોક, મેઈન બજાર, ત્રણ હાટડી, ઉગમણા દરવાજા, શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે બપોરે 12 વાગ્યે મહાઆરતી બાદ દયાનંદ સરસ્વતી ચોક ખાતે પંડાલમાં સમુહ આરતી કરી શોભાયાત્રા પૂર્ણ થશે.

શોભાયાત્રા રૂટમાં પંડાલ, ઠંડાપીણા, સરબત સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. અને ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટ શિવાભાઇ અંદરપા પરિવાર દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્સવ સમિતિના કાયમી દાતાઓ દ્વારા કાર્યક્રમ સફળ બનાવવા ખુબ આર્થિક અને શ્રમ દાન સહયોગ પુરો પાડયો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj