‘જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપિશ તિહું લોક ઉજાગર, રામદુત અતુલિત બલધામા, અંજનિપુત્ર પવન સૂતનામા’

કાલે હનુમાન જયંતી : અંજનીપુત્રના જન્મ વધામણાનો ભકતોમાં થનગનાટ : શોભાયાત્રા

Dharmik | Rajkot | 22 April, 2024 | 04:47 PM
આવતીકાલે બાલાજી હનુમાનજી મંદિરે મહા મારૂતિ યજ્ઞ ભવ્યાતિભવ્ય શ્રૃંગાર : બડા બજરંગ દાદાની કાલે 61 ફલોટસ સાથેની શોભાયાત્રા : સુતા હનુમાનજીના દર્શનાર્થે ભકતો ઉમટી પડશે : સદ્ગુરૂ આશ્રમ, બાલ બટુક હનુમાનજી મંદિર, રંગીલા હનુમાનજી મંદિરે હનુમાન પ્રાગટયોત્સવ ભવ્ય રીતે ઉજવાશે
સાંજ સમાચાર

રાજકોટ, તા. 22
‘જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપિશ તિહું લોક ઉજાગર, રામદુત અતુલિત બલધામા, અંજનિપુત્ર પવન સૂતનામા’ના દિવ્ય સ્વરોથી આવતીકાલે મારૂતિનંદન શ્રી હનુમાનજી મહારાજનો પ્રાગટયોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવનાર છે. 

રાજકોટમાં બાલાજી હનુમાનજી મંદિર, સોરઠીયાવાડી-કોઠારીયા રોડ પર સુતા હનુમાનજી, કમલેશ્ર્વર મહાદેવ મંદિર, ત્રિમૂર્તિ મંદિર, કપિલા હનુમાનજી મંદિર, સંકલ્પ સિધ્ધ હનુમાનજી મંદિર સહિતના મંદિરો તથા દેરીઓમાં આવતીકાલે મહાઆરતી, મારૂતિ યજ્ઞ, પ્રસાદ, બટુક ભોજન સહિતના કાર્યક્રમો યોજાયા છે. કાલે સમગ્ર રાજકોટ હનુમાન ભકિતમાં લીન બનશે.
 

શોભાયાત્રા 
આવતીકાલે બડા બજરંગ દાદાની શોભાયાત્રા સાંજે પાંચ વાગ્યે બડા બજરંગ હનુમાન મંદિરેથી નીકળશે અને વાજતે ગાજતે શહેરના માર્ગો પર ફરશે. વિવિધ ફલોટસ, અખાડાની કસરતો સહિતના અનેક આકર્ષણો સામેલ થયા છે.
 

પ.પૂ. રણછોડદાસજીબાપુ આશ્રમ
સદગુરૂ સદન ટ્રસ્ટ,(પ.પૂ. રણછોડદાસજીબાપુ આશ્રમ),રાજકોટ દ્વારા દર વર્ષની જેમ શ્રી હનુમાન જયંતિ મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે.મનોકામના સિધ્ધ હનુમાનજી મંદિરમાં સવારે 9:00 થી 11:00 કલાકે  હનુમાનજી મહારાજનું મહાપુજન,શ્રી હનુમાન બાહુકના પાઠ(શ્રી ફળ સાથે), સવારે 11:00 કલાકે શ્રી અન્નકુટ દર્શન, શ્રી મનોકામના સિધ્ધ હનુમાનજી મંદિર, શ્રી સદગુરૂ આશ્રમ પ્રાંગણમાં,અન્નકુટની આરતી બપોરે 12:00 કલાકે,અન્નકુટની ભેળરૂપી પ્રસાદી બપોરે:-12:30 કલાકે આપવામાં આવશે. નીજ મંદિર હોલમાં સાંજે 4:00 થી 5:00 5.પૂ.શ્રી સદગુરૂદેવ ભગવાનશ્રીનું ષોડષોપચાર પુજન, સાંજે 5:00 થી 7:00 શ્રી સુંદરકાંડ પાઠ રાખલ છે. 
 

પુનિત સદગુરૂ ભજન મંડળ
શ્રી પુનિત સદગુરૂ ભજન મંડળ દ્વારા આવતીકાલ તા. ર3ને મંગળવારના રોજ હનુમાન જયંતિ નિમિતે સાંજે 4 થી 4.30 મંગલાચરણ શ્રી ગણેશ વંદના, સાંજે 4.30 થી પ.30 સંત પુનિત તથા મહાદેવના ભજનો, સાંજે પ.30 થી 6 હનુમાન ચાલીસા પાઠ અને સાંજે 6 કલાકે થાળ-આરતી-પ્રસાદ કાર્યક્રમનું રામેશ્ર્વર મહાદેવ મંદિર, સિવિલ હોસ્પિટલ, ઇમરજન્સી વિભાગ પાસે આયોજન કરવામાં આવ્યું છે.
 

પ્રણવાનંદ ભવન રેસકોર્ષમાં નિશીથભાઈ ઉપાધ્યાયનું પ્રવચન
હનુમાન ભકિતનું મહાત્મ્ય અને તેની સમજૂતી આપતું વક્તવ્ય શાસ્ત્રોકત પ્રમાણ સહિત વકતા નિશીથભાઈ ઉપાધ્યાયનું પ્રવચન કાલે મંગળવારે સાંજે 6:00 થી 7:00 કલાકે પ્રણવાનંદ સંસ્કૃત ભવન, ભારત સેવક સમાજ, રેસકોર્સ રાજકોટ ખાતે રાખવામાં 
આવેલ છે.
 

શ્રી બાલબટુક હનુમાનજી મંદિર 1/6 વાણિયાવાડી
શ્રી બાલબટુક હનુમાનજી મંદિર 1/6 વાણિયાવાડી દ્વારા શ્રી હનુમાનજી મહારાજની જન્મ જયંતિ મહોત્સવ છેલ્લા 32 વર્ષથી ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ દાદાની જન્મ જયંતિ મહોત્સવ તા.23/04/2024 ને મંગળવાર ધામધુમથી ઉજવવામાં આવશે તેમજ મહા આરતી તથા મહાપ્રસાદનું પણ આયોજન કરેલ છે.સર્વે ભકત જનો માટે શ્રી બાલબટુક હનુમાનજી મંદિર, 1/6 વાણિયાવાડી  ખાતે મહાઆરતી તા.23 સાંજે 7.00 કલાકે મહા પ્રસાદ તા.23 સાંજે 7.30 કલાકે રાખેલ છે. 
 

રંગીલા હનુમાન મંદિર
હનુમાન જયંતિની કાલે ઉજવણી કરવામાં આવશે. ત્યારે શહેરના પ્રહલાદ પ્લોટ, કેનાલ રોડ કોર્નરે બિરાજતા  શ્રી રંગીલા હનુમાનજી મંદિરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે મહાપ્રસાદમાં 1પ0 કિલો ગાંઠીયા, ર00 કિલો ગુંદી, 1પ0 કિલો ખમણ, 300 કિલો બટેટાનું શાક, 1ર0 કિલો 
ભાત મહાપ્રસાદ ભકતોને આપવામાં આવશે.
મંડળના પ્રમુખ અને અમારા માર્ગદર્શક જયસુખભાઇ દુદકીયા જણાવે છે કે હનુમાનજીની કૃપાથી અને દાતાઓના  સહયોગથી દર વર્ષે ભવ્યાતિભવ્ય ઉજવણી થાય છે.

આવતીકાલે મારૂતિનંદન હનુમાનજી મહારાજનો પ્રાગટયોત્સવ છે. રાજકોટમાં વિવિધ વિસ્તારોમાં વિવિધ વિસ્તારોમાં  હનુમાનજીની દેરીઓ આવેલી છે તેમજ મંદિરો પણ છે. કાલે રામદુત હનુમાનજી મહારાજની જયંતી ઉજવણીનો ભકતોમાં અનન્ય થનગનાટ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં હજારો ભકતોના શ્રધ્ધાના કેન્દ્ર સમાન બાલાજી હનુમાનજી મંદિરે આવતીકાલે મહામારૂતિ યજ્ઞ સાથે વિવિધ અનુષ્ઠાનો યોજવામાં આવેલા છે. ઉપરોકત તસ્વીરમાં સોરઠીયાવાડી નજીક કોઠારીયા મેઇન રોડ પર આવેલ બડેબાલાજી હનુમાન (કમલેશ્ર્વર મહાદેવ મંદિર)ની શયનમુદ્રાની વિશાળ પ્રતિમાજી જોવા મળે છે. આ મૂર્તિની પ્રતિષ્ઠા સ્વ. કમલદાસબાપુએ કરી હતી, બીજી અને ત્રીજી તસ્વીર રણછોડનગરમાં આવેલ બાલક હનુમાનજી મંદિરમાં દર્શન કરતા ભાવિકો તથા માર્ગને સુશોભિત કરાયેલો જોવા મળે છે, ચોથી તસ્વીર કાલાવડ રોડ, સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ શ્રી સંકલ્પ હનુમાન મંદિરને સુશોભન કરાયેલું જોવા મળે છે, છેલ્લી તસ્વીર કાલાવડ રોડ પર આવેલ સાત હનુમાનજી મંદિરની છે. 
(તસ્વીર : દેવેન અમરેલીયા)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj