રાજકોટ, તા. 24
આવતીકાલ તા. 25 જાન્યુઆરીના રોજ વિધાનસભા-68ના સેવાકીય ક્ષેત્રે સતત સક્રિય ધારાસભ્ય ઉદયભાઇ કાનવડનો જન્મદિવસ છે. આ નિમિત્તે તેઓ શ્રી સદગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ યોજશે. ધારાસભ્ય તરીકેના બે વર્ષમાં આ વિસ્તારમાં તેઓ લોકો માટે 247 ઉપલબ્ધ રહ્યા છે.
શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિનભાઇ મોલીયા, પૂર્વ ડે.મેયર વલ્લભભાઇ દુધાત્રા, જનસેવા કાર્યાલયના મનસુખભાઇ પીપળીયાએ જણાવ્યું છે કેે સેવા હી પરમો ધર્મ અને સૌનો સાથ સૌનો વિકાસ સુત્ર સાર્થક કરનાર ધારાસભ્યના કાર્યાલય (પેડક રોડ અને પેટા કાર્યાલય વોર્ડ નં.15 ખોડીયારનગર)માં આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડમાં સુધારા, સરકારી યોજનાઓની વિગતો ઉપલબ્ધ હોય છે. થોડા સમય પહેલા એઇમ્સના નિષ્ણાંત ડોકટરોની ટીમ સાથે સર્વ રોગ નિદાન કેમ્પ, વિશ્ર્વકર્મા સહાય કેમ્પ, કુંડા વિતરણ, સારવાર માટે સરકારમાંથી સહાયના ભલામણ પત્ર, વાવાઝોડા વખતે ફૂડ પેકેટ વિતરણ, લાખાજીરાજ માર્કેટના વેપારીઓ માટે મનપામાં રજુઆત, ટીપી 14 ફાઇનલ કરવા રજુઆત, જુદી જુદી ગ્રાન્ટની ફાળવણી, ગરબીની બાળાઓને લ્હાણી વિતરણ, તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ સહિતના કાર્યક્રમ યોજયા છે. બે વર્ષમાં 60 હજાર લોકોએ કાર્યાલયની સેવાઓનો લાભ લીધો છે. કાલે શનિવારે સાંજે પ કલાકે શ્રી રણછોડદાસજી બાપુ હોસ્પિટલ, કુવાડવા રોડ ખાતે આધુનિક ફેકો મશીન દ્વારા આંખના મોતીયાના ફ્રી ઓપરેશન (નેત્રમણી) કરાશે. જેનો પ00 લોકો લાભ લેશે. ઉપરાંત કિસાન મોરચા દ્વારા સ્લમના બાળકોને નાસ્તા વિતરણ, બક્ષીપંચ મોરચા દ્વારા એકરંગ સંસ્થાના બાળકોને ભોજન, મહિલા મોરચા દ્વારા આંગણવાડીના બાળકોને નાસ્તા વિતરણ, યુવા મોરચા દ્વારા હિના ફાઉન્ડેશનના દિવ્યાંગ અને અનાથ બાળકોને ભોજન કરાવવામાં આવશે. આ રીતે જન્મદિવસને સેવાનો અવસર બનાવવાની પ્રેરણા ધારાસભ્ય પૂરી પાડી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy