જસદણ તા. 12 : જસદણ તાલુકાના કાનપર ગામે રમતા રમતા અકસ્માતે કુવામાં પડી જતા પર પ્રાંતિય શ્રમિક બાળકનું કરુણા મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે નાનકડા કાનપર ગામમાં અરેરાટી ફેલાઈ હતી.
આ અંગેની વિગતો મુજબ જસદણ તાલુકાના કાનપર ગામે લાખાભાઈ બાવાભાઈ શેરસીયાની વાડીમાં સાંજે ચાર બાળકો રમી રહ્યા હતા દરમિયાન આ બાળકો પૈકી આશિષ ઉનડસી મોરિયા (ઉમર વર્ષ 6) નામના બાળક રમતા રમતા અકસ્માતે કુવામાં પડી ગયો હતો. ગ્રામજનોએ આ અંગે રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય ભીખાભાઈ રોકડને જાણ કરતા ભીખાભાઈ રોકડે જસદણ નગરપાલિકાની રેસક્યુ ટીમને જાણ કરી હતી.
જસદણ નગરપાલિકાની ટીમના પ્રતાપભાઈ સોલંકી સાહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બાળકના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યો હતો. મૃત્યુ પામનાર પરિવાર મધ્યપ્રદેશના ધાર જિલ્લાના મનાવર તાલુકાના વતની છે અને છેલ્લા 20 વર્ષથી કાનપર ગામે ભાગીયું રાખીને ખેત મજૂરી કરતા હતા મૃત્યુ પામનાર આશિષ ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હતો. 50 ફૂટ ઊંડા કુવામાં અંદાજે 30 ફૂટ પાણી ભરેલું હતું. જેમાં જસદણ નગરપાલિકાની ટીમે બહાદુરી પૂર્વક કામગીરી કરીને મૃતદેહને બહાર કાઢ્યો હતો. આટકોટ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy