(જીગ્નેશ ભટ્ટ) મોરબી, તા.9
મોરબી મહાપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા 3 હોસ્પિટલના 48 કર્મચારીઓ, 3 શાળાના 430 કર્મચારીઓ અને 3 હોટલના 29 કર્મચારીઓને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવેલ હતી
આ અંગે અધિકારી જણાવ્યુ હતું કે, ફાયર પ્રિવેન્શનના ભાગ રૂપે હોટલઓનું ફાયર સેફટી સર્ટીફીકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સાથે ફાયર NOC ન ધરાવતા હોટલને નોટીસ આપવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન 28 હોસ્પિટલમાં, 22 શાળામાં ફાયર સીસ્ટમ લગાવવામાં આવી અને પ્રિવેન્શનને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવ્યું હતું વધુમાં મોરબી જીલ્લામાં 6 જુદી જુદી જગ્યાએ આગનાં બનાવ અને એક રેસ્ક્યુ કોલમાં ફાયર બ્રિગેડ સ્ટાફ દ્વારા તાત્કાલિક બનાવના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવામાં આવેલ હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy