આવકવેરાની કલમ 43 બી (એચ)માં મુદતનું નોટીફીકેશન જારી ન થતા અવઢવ

ઈન્કમટેકસ જોગવાઈથી કાપડમાર્કેટમાં વ્યવહાર ઠપ્પ

Business | Rajkot | 15 February, 2024 | 03:46 PM
લગ્નગાળાના કારણે વેપાર ધંધાને મોટી અસર: નિયમ મુલત્વી રાખવા વેપારીઓએ કેન્દ્રીય નાણામંત્રીને રજુઆત કરી
સાંજ સમાચાર

રાજકોટ તા.15
કેન્દ્ર સરકાર દ્વારા આજથી એમએસએમઈનો અમલ થવા જઈ રહ્યો છે. જેના પગલે વેપારીઓમાં મોટી મુંજવણ ઉભી થઈ છે. હાલ આ કાયદા અંગે મોટાભાગના વેપારીઓ જાણ નથી અને જે વેપારીઓ આ નિયમનો અમલ કરવામાં સમસ્યાઓ સર્જાઈ રહી છે. રેડીમેઈડ ગારમેન્ટના વેપાર ઠપ્પ થવા પર આવ્યો છે.

સામાન્ય રીતે વેપારધંધા ઉધારી ઉપર જ ચાલતા હોય છે. જેમાં બે વેપારીઓ વચ્ચે ચોકકસ સમય માટે ઉધારી પર માલને લે-વેચ થતી હોય છે. અત્યાર સુધી આ માલની લે-વેચના નાણાકીય વ્યવહારોનો ચોકકસ સમયગાળો હોતો નથી. પરંતુ હવે કેન્દ્ર સરકારે 45 દિવસનો ચોકકસ સમય રાખવામાં આવ્યો છે. આ સમયગાળા દરમ્યાન ફરજીયાત પે-મેન્ટ કરી દેવાનું રહેશે.

જે વેપાર ધંધામાં અનુકુળ નિયમ નથી. વેપારીઓ આ નિગમથી અકળાયા છે. છેલ્લા 15 દિવસથી વેપારીઓએ માલ મંગાવવાનું બંધ કર્યુ છે. આથી સપ્લાયચેન બંધ થઈ ગઈ છે. વેપારીઓએ માલ મંગાવવાનું બંધ કરી દેતા પ્રોડકશન ઠપ્પ થઈ ગયુ છે. જેને પરિણામે રોજગારી પર મોટી અસર પડી છે.

નાના વેપારીઓ આવકવેરાની કલમ (43)(બી)એચ થી અજાણ છે. ઉપરથી ટ્રેડર્સો દ્વારા માલ સપ્લાય પણ બંધ કરશે. હાલ લગ્નગાળાની સિઝન ચાલી રહી છે. જેમ બલ્કમાં માલ મંગાવવામાં આવે છે. પરંતુ હવે માલની સપ્લાય જ બંધ થતા માલ આવવાનું બંધ થઈ ગયુ છે અને માલની અછત સર્જાણી છે.

છેલ્લા 15 દિવસથી આ પરીસ્થિતિ સર્જાઈ છે. અમદાવાદના વેપારીઓ દ્વારા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનને રૂબરૂ મળી આ નિયમ મુલત્વી રાખવા રજુઆત કરવામાં આવી છે અને નાણામંત્રીએ પણ ટુંક સમયમાં યોગ્ય નિર્ણય લેવા બાહેધરી આપી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj