તા.27મી માર્ચના શુક્ર ગ્રહનો કુંભ રાશિમાં ગોચર પ્રવેશ: ચાર રાશિઓના જાતકોના ભાગ્ય ચમકશે

Local | Rajkot | 28 February, 2024 | 05:17 PM
સાંજ સમાચાર

 વૈદિક જયોતિષ શાસ્ત્રને અનુસાર બધા ગ્રહો એક નિશ્ર્ચિત સમયના અંતરે પોતાની રાશિ બદલે છે. ગ્રહોના રાશિ પરિવર્તનથી બધી રાશિઓના જાતકો પર શુભ કે અશુભ બન્ને પ્રકારનો પ્રભાવ જોવા મળે છે. માર્ચ મહિનામાં સૌથી પહેલા સુખ, વૈભવ અને સંપન્નતાનો કારક શુક્ર પોતાની રાશિ બદલશે. શુક્ર ગ્રહ મકર રાશિની પોતાની યાત્રાને વિરામ દેતા શનિદેવની બીજી રાશિ કુંભની યાત્રાનો પ્રારંભ કરશે. એ રીતે શુક્ર-શનિની કુંભ રાશિમાં યુતિ બનશે.

 વૈદિક જયોતિષ શાસ્ત્રને અનુસાર શુક્ર ગ્રહ વૃષભ અને તુલા રાશિનો સ્વામી છે. શુક્ર મીન રાશિમાં ઉચ્ચનો થાય છે. જયારે કન્યા રાશિમાં નીચનો થાય છે. શુક્રનું ગોચર લગભગ એક મહિનાનું હોય છે. શુક્રનું કુંભ રાશિમાં ગોચર થવાની કેટલીક રાશિઓના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. આગામી તા.7મી માર્ચના શુક્રનો કુંભ રાશિમાં ગોચર પ્રવેશ કરશે. શુક્રના રાશિ પરિવર્તનથી કઈ કઈ રાશિઓને લાભ થશે. તેની વિગતો પ્રસ્તુત છે.

મેષ રાશિ
 શુક્ર ગ્રહનો ગોચર પોતાની રાશિથી 11માં ભાવમાં રહેશે. એવામાં આ રાશિ પરિવર્તન અત્યંત શુભ ફળદાયક રહેશે. આવકમાં વધારો થાય. શુક્રના રાશિ પરિવર્તનથી સુખ સુવિધામાં વધારો થાય. નોકરિયાતોને ધન લાભ મળી શકે છે. વેપારમાં સારો નફો જોવા મળી શકે છે.

તુલા રાશિ
 શુક્રનું રાશિ પરિવર્તન પોતાની રાશિના પાંચમા ભાવમાં થશે. મહિનાના શરૂઆતના દિવસોમાં શુક્ર ગ્રહના પરિવર્તનથી લાભના યોગ બની શકે છે. કાર્ય ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. નોકરીમાં કોઈ શુભ સમાચાર સાંભળવા મળે. કોઈ નવિનતમ યોજના બનાવી હોય તો તેમાં સફળતા મળે.

કુંભ રાશિ
 શુક્રનું રાશિ પરિવર્તન પોતાની કુંડળીના લગ્ન ભાવમાં થઈ રહ્યું છે. એવામાં આ રાશિ પરિવર્તન ખૂબજ અનુકૂળ સાબિત થઈ શકે છે. નોકરીયાત વર્ગને કારકીર્દીમાં સફળતા મળી શકે છે. ધનલાભના ઘણા સુંદર અવસરો મળે. સુખ-સુવિધાઓમાં વધારો થાય. દાંપત્ય જીવન સુંદર અને ખુશનુમા રહે. જમીન કે મકાન ખરીદવાની ઈચ્છા પૂરી થઈ શકે છે. મનગમતું કામ મળવાથી માનસિક શાંતિ મળે.

કન્યા રાશિ
 શુક્રનો ગોચર પોતાની રાશિના છઠ્ઠા ભાવમાં રહેશે. વૈદિક જયોતિષ શાસ્ત્ર અનુસાર આ ભાવ શિક્ષા, ધર્મ, પરિવાર અને ધનનો માનવામાં આવે છે. આ સમયગાળામાં ધન પ્રાપ્તીના યોગો છે. બધા પ્રકારની સુખ સુવિધાઓમાં વધારો થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં સારૂ કામ થાય. અધુરા કાર્યો જલ્દી પૂરા થાય માન સન્માન અને યશમાં વૃધ્ધિ થાય. શુક્રનું રાશિ પરિવર્તન ખૂબજ લાભદાયક રહેશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj