જામનગર તા.19:
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામના પાટીયા પાસે ગઈકાલે વહેલી સવારે અકસ્માત થયો હતો. જેમાં કાળમુખા ટ્રક ટેલરના ચાલકે દ્વારકા જતા 3 મહિલા પદયાત્રીને અડફેટે લેતા તેના મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ નાશી જનાર ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયા બાદ પોલીસે ફરાર આરોપીને દબોચી લીધો છે.
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બકુત્રા ગામની મહિલા નીતાબેન અરજણભાઈ બકુતરિયાએ જોડીયા પોલીસ મથકમાં અજાણ્યા ટ્રક ટ્રેલર ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. બકુત્રા ગામની કુલ 12 મહિલાઓ પદયાત્રા કરીને દ્વારકાધીશજીના મંદિરે દર્શનાર્થે જઈ રહ્યા હતા. જે દરમિયાન ટ્રક ચાલકે ત્રણ પદયાત્રી મહિલાઓ છાનુબેન મહાદેવભાઇ બકુતરીયા (ઉ.વ.23) ઉપરાંત રૂડીબેન લક્ષ્મણભાઈ બકુતરિયા (ઉ.વ.65) અને સેજી બેન મેંરામભાઈ બકુતરિયા (ઉમર 50) ને હડફેટમાં લઈને મૃત્યુ નિપજાવ્યા હતા.
આ ઉપરાંત ગીતાબેન રાજાભાઈ કાસડ, સુસ્મિતાબેન જીવણભાઈ હેઠવાડિયા, રાણીબેન અરજણભાઈ બકુતરિયા વગેરેને ઇજાગ્રસ્ત બનાવ્યા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું. પાછળથી આવેલા ટ્રક ટેલર ચાલકે અકસ્માત સર્જીને ભાગી છૂટ્યો હતો, પોલીસે આજુબાજુના સી.સી.ટીવી ફુટેજ તથા ટેકનીકલ હ્યુમનસોર્સની મદદ થી ટ્રીપલ ફેટલનો ગુન્હો કરી નાશી જનાર ટ્રક(ટ્રેલર) રજી નં-ગક-01-અઉં-0764 નો ચાલક હોવાનું તપાસ દરમ્યાન જણાય આવતા સદર અકસ્માત કરનાર ટ્રક (ટેલર) રજી નં-ગક-01-અઉં-0764 તથા તેના ચાલકને પંકજ સુરેન્દ્રકુમાર યાદવ જાતે. યાદવ ઉ.વ.33 ધંધો, ડ્રાઇવીંગ રહે. તેલબદરો જી.નવાડા બિહાર ને શોધી કાઢ્યો હતો.
આ કામગીરી જોડીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર આર.એસ.રાજપુત તથા એ.એસ.આઇ આર.એમ.જાડેજા તથા પો.હેડ કોન્સ. નિલેષભાઇ મનસુખભાઈ ભીમાણી તથા કનુભાઈ ખોડાભાઈ ઝાટીયા તથા વિપુલભાઈ કરમશીભાઈ ગોધાણી તથા પો.કોન્સ સંજય મેસુરભાઈ મકવાણા દ્વારા કરવામા આવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy