રાજકોટ તા.21
મુંબઈ શેરબજારમાં આજે ટ્રમ્પ ઈફેકટ હેઠળ ગાબડુ થયુ હતુ. જયારે સોના-ચાંદીમાં તેજી થઈ હતી. સેન્સેકસમાં 1400થી વધુ પોઈન્ટના ઘટાડા વચ્ચે જબરી ઉથલપાથલ રહી હતી. શેરબજારમાં આજે શરૂઆત પોઝીટીવ ટોને થયા બાદ અમેરિકામાં સતારૂઢ થયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ સહિતના નિર્ણયો લીધાના રિપોર્ટથી માનસ બદલાયુ હતુ અને મંદીમાં સરકી ગયુ હતું. ભારત સાથે પણ ટ્રેડવોરની સ્થિતિ સર્જાવાની આશંકા વ્યક્ત થવા લાગી હતી. વિદેશી નાણાં સંસ્થાઓની વેચવાલી જેવા કારણો પણ દબાણ સર્જનારા બન્યા હતા. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે ટ્રમ્પના વિવિધ નિર્ણયની સંભવિત અસરનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ માર્કેટમાં સ્થિરતા આવી શકે છે અને હવે પછી આગામી બજેટની આશા-અટકળો આધારિત વધઘટ રહી શકે છે. બજારનો લાંબાગાળાનો ટ્રેન્ડ બજેટ પછી જ નકકી થઈ શકે છે.
શેરબજારમાં આજે મોટાભાગના શેરોમાં ગાબડા હતા. મીડકેપ-સ્મોલકેપ શેરોનું ધોવાણ હતું. આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડુસઈન્ડ બેંક, કોટક બેંક, મહીન્દ્ર, મારૂતી, એનટીપીસી, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટાઈટન, અદાણી પોર્ટ, એકસીસ બેંક, બજાજ ફાઈનાન્સ, ટ્રેન્ટ, ઝોમેટો વગેરેમાં ગાબડા હતા. હિન્દ લીવર, ઈન્ફોસીસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ભારતી એરટેલ, એચસીએલ ટેકનો, એપોલો હોસ્પીટલ, ભારત પેટ્રોલિયમ ઉંચકાયા હતા. રાજકોટની રાધિકા જવેલર્સમાં પાંચ ટકાની સર્કીટ હતી.
મુંબઈ શેરબજારમાં સેન્સીટીવ ઈન્ડેકસ 1276 પોઈન્ટના ગાબડાથી 75794 હતો તે ઉંચામાં 77337 તથા નીચામાં 75641 હતો. ઈન્ફ્રા-ડે 1400 પોઈન્ટનુ ગાબડુ હતુ. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 538 પોઈન્ટના ઘટાડાથી 23207 હતો તે ઉંચામાં 23426 તથા નીચામાં 22976 હતો. બીજી તરફ સોના-ચાંદી ઉંચકાયા હતા. રાજકોટમાં હાજર સોનુ ઉંચકાઈને 82000ને પાર થઈ 82050 થયુ હતું. ચાંદીના 93400 હતા. વિશ્ર્વબજારમાં સોનુ 2724 ડોલર તથા ચાંદી 30.44 ડોલર હતી.
.....
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy