બેંગ્લોર કાફે બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડ સહિત બેની કોલકતાથી ધરપકડ

India | 12 April, 2024 | 02:34 PM
એનઆઈએ ને જબરી સફળતા: વિસ્ફોટક મુકનાર પણ ઝડપાઈ ગયો
સાંજ સમાચાર

બેંગ્લુરુ,તા.12
દેશના આઈટી પાટનગર બેંગ્લોરમાં થયેલા રામેશ્વર કાફે બ્લાસ્ટમાં નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીને મોટી સફળતા મળી છે અને આ બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડ અબ્દુલમથીન તાહા સહિત બે વ્યક્તિની ધરપકડ કરી છે.

એનઆઈએની ટીમે આ બંનેને કોલકતામાંથી દબોચી લીધા હતા અને તેમને હવે બેંગ્લોર લઈ આવીને અદાલત સમક્ષ રજુ કરાશે. જે બંનેને ધરપકડ કરાયા છે તેમાં કાફેમાં વિસ્ફોટક રાખનાર આરોપી મુસાવીર હુસેન શાબીદ અને આ ષડયંત્ર રચનાર માસ્ટરમાઈન્ડ અબ્દુલમથીન તાહા તરીકે ઓળખ થઈ છે.

1 માર્ચના રોજ બેંગ્લોરના આ કાફેમાં ઓછી તીવ્રતાનો વિસ્ફોટ થયો હતો. જેમાં કોઈને ઈજા થઈ ન હતી. પરંતુ વિસ્ફોટનું ષડયંત્ર રચનાર છેક કોલકતામાં બેઠો હતો અને તેણે તામિલનાડુના એક યુવકને સાધીને આ વિસ્ફોટનું ષડયંત્ર રચ્યું હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj