(મિલાપ રૂપારેલ)અમરેલી, તા.30
બગસરા ગામે રહેતા હસુભાઈ દેસાઈ ગત તા. રરના રોજ જીરા ગામના જગાભાઇ રબારીની ભાર રીક્ષા નં. જીજે-14-ડબલ્યુ-64પપ ભાડેથી બાંધી અને ખેતીનો સરસામાન લેવા ધારી ગયા હતા. તેઓ રીક્ષામાં બેઠા હતા. ત્યારે ધારી જુના બસ સ્ટેશનથી ચલાલા રોડ ઉપર જતા હતા. ત્યારે નવા એસ.ટી.ડેપોથી થોડા આગળ જતા રોડની સામેની બાજુએ દુકાને જવુ હોય.
જેથી રીક્ષા ચલાવનાર જગાભાઈ રબારીએ રીક્ષા સામેની બાજુએ લેતા સામેથી એક ટાટા સુમો જેવી સફેદ કલરની ગર્વમેન્ટ ઓફ ગુજરાત લખેલ સરકારી ગાડી નં. જીજે-14-જી એ-1261ની પુર ઝડપે આવેલ અને રીક્ષા સાથે ભટકાડી દેતા આરીક્ષા આડી પડી ગયેલ અને હસુભાઈ દેસાઈને જમણા પગમાં ગોઠણથી નીચે ભાંગી ગયેલ હોય, અને લોહી નિકળેલ હોય તેથી કોઇએ 108ને ફોન કરેલ જેથી એમ્બ્યુલન્સ આવતા હસુભાઈ દેસાઈને તેમાં સુવડાવી પ્રથમ ધારી સરકારી દવાખાને લઇ ગયેલ જયાં તેનું ઓપરેશન થયું હતું.
આ બનાવ અંગે ટાટા સુમો જેવી સફેદ કલરની ફોર વ્હીલ સરકારી ગાડી નં. જીજે-14-જીએ-1261ના ચાલક સામે ફરીયાદ સાત દિવસ બાદ ફરિયાદ નોંધાયેલ છે.
સામસામી મારામારી
રાજુલા તાલુકાના રાજપરડા ગામે રહેતા સુરેશભાઈ પોપટભાઈ સોલંકી નામના 35 વર્ષિય યુવકના બાળકો તા.27 ના રોજ સાંજે 6 વાગ્યે શેરીમા રમતા હોય ત્યારે તે જ ગામે રહેતા આરોપી કાળુભાઈ રાજુભાઈ ચાવડા પોતાની મોટર સાયકલ ફુલ સ્પિડમાં ચલાવતા હોય, જેથી યુવકેએ તેઓને ઠપકો આપી ત્યારથી નીકળી ઘરે જતા હોય, ત્યારે આરોપી રાજુભાઈ બાઘાભાઈ ચાવડા, દિનેશભાઈ બાઘાભાઈ ચાવડા, ગદાભાઈ બાઘાભાઈ ચાવડા, શાંતુબેન બાઘાભાઈ ચાવડાએ યુવક તથા તેમની પત્નિ તથા તેમનાં પિતાજીને ગંભીર ઈજા કરી ફેકચર કરી ગાળો આપ્યાની ફરિયાદ નોંધાય છે.
તો આ બનાવમાં સામાપક્ષે રાજુભાઇ બાઘાભાઇ ચાવડાએ આરોપી સુરેશભાઇ પોપટભાઇ સોલંકી, સુરેશભાઇના સાળા, તેમજ પોપટભાઇ બાલાભાઇ સોલંકી, મનીષાબેન સુરેશભાઇ સોલંકી તથા સવિતાબેન પોપટભાઇ સોલંકી સામે ફરિયાદ નોંધાવતા જણાવેલ છે કે, પોતાના દિકરાને ગામમા વેલનાથ બાપુની જગ્યાએ મોટર સાયકલના કલચ વાયરથી મારી ફળીયામાં આવી લાકડી વડે માથામા મારી તથા જમણા હાથની આંગળી ઉપર તથા સાથળના તથા ડાબા બાવડા ઉપર મારી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી ગંભીર ઇજા કરી ફેકચર કરી દીધાની સામી ફરિયાદ નોંધાવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy