કોડીનાર,તા.30
કોડીનારના વડનગર નજીક આવેલી ખાનગી સિમેન્ટ દ્વારા મોટા પ્રમાણમાં પ્રદુષણ ફેલાવાતુ હોવાને અનેક ફરિયાદો વચ્ચે આજ ખાનગી સિમેન્ટની મૂળદ્વારકા બંદર પર આવેલી જેટી ઉપરના ક્ધવેયર બેલ્ટ દ્વારા સિમેન્ટ અને કોલસાની કાળી ભૂકી નું મોટા પ્રમાણમાં પ્રદુષણ કરતું હોવાની મૂળદ્વારકા ખાતેના ગાયત્રી આશ્રમના મહંત દ્વારા જીલ્લા કલેક્ટર અને પોલ્યુશન બોર્ડ સહિતના સત્તાવાળાઓને ફરિયાદ કરતા ચોકાવનારા તથ્યો બહાર આવ્યા છે.
મૂળદ્વારકા ગાયત્રી મંદિરના મહંત બલરામચરણ મહારાજે આ ખાનગી સિમેન્ટની બંદર ઉપરની જેટીના પ્રદૂષણના કારણે આશ્રમની આસપાસના વૃક્ષો, પીવાના પાણી ના સ્ત્રોતો અને ગૌશાળા ની ગાયોના ઘાસચારા ઉપર કેમિકલ યુક્ત સિમેન્ટના ભારે માત્રામાં કરવામાં આવતા પ્રદૂષણના કારણે આ કેમિકલ યુકત ઝેરી ઘાસખાવાના અને પાણી પીવાના કારણે આશ્રમની ગૌશાળા ની બે ગાય મૃત્યુ પામી હોવાની તંત્રમાં ફરિયાદ કરતા જિલ્લા કલેકટરે આ મહંતની ની ફરિયાદની તપાસ કરાવતા મૂળદ્વારકા બંદર ઉપર આ સિમેન્ટ કંપનીની જેટી દ્વારા મોટા પ્રમાણમાં પ્રદૂષણ થતું હોવાનું પ્રાથમિક તપાસમાં માલુમ પડતાં આ અંગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને આગળની કાર્યવાહી કરવા તાકીદ કરી હતી.
ત્યારે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આ કંપની સામે કેવા પગલાં લેવાય છે તેની સામે મીટ મંડાય છે અત્રે ઉલ્લેખનીય છે કે કોડીનાર તાલુકાના વડનગર ગામ નજીક આવેલી આ સિમેન્ટ ફેક્ટરી દ્વારા રાત્રીના સમયે મોટા પ્રમાણમાં પ્રદુષણ ફેલાવતું હોવાની વડનગરના કેટલા ખેડૂતો દ્વારા તંત્રમાં વારંવાર ફરિયાદ કરવામાં આવે છે .
આમ છતાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કુલડીમાં ગોળ ભાંગીને સબ સલામતની છડી પોકારાય છે ત્યારે મૂળ દ્વારકાના મહંતના જણાવ્યા પ્રમાણે આ સિમેન્ટ કંપની સામે નક્કર પગલા લેવામાં નહીં આવે અને ખાનગી સિમેન્ટની જેટી દ્વારા પ્રદૂષણ બંધ કરવામાં નહીં આવે તો તે છેલ્લે સુધી લડી લેશે તેવું અંતમાં જણાવ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy