બે દિવસીય ‘મોસ્ટ્રા ફલી’નો આજથી સીઝન હોટેલમાં શુભારંભ: 70થી વધુ આકર્ષિત સ્ટોલ

Local | Rajkot | 18 May, 2024 | 03:47 PM
મોસ્ટ્રા ગેલેરીના સુહાની શાહ દ્વારા આયોજિત
સાંજ સમાચાર

રાજકોટ, તા.18
હાલ રાજ્યભરમાં બાળકોનું વેકેશન ચાલી રહ્યું છે. આ વેકેશન દરમ્યાન દરેક લોકો દ્વારા કંઇક અવનવી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. તેમજ વાલીઓ પોતાના બાળકોમાં અભ્યાસ સિવાયની પ્રવૃત્તિમાં વધારો થાય નહીં તે માટે સમર કેમ્પમાં ભાગ લેવડાવતા હોય છે. આ બાળકોના વેકેશન દરમ્યાન વાલીઓ પોતાના માટે સમય કાઢી શકતા નથી અને આખો દિવસ બાળકોની સાર સંભાળ કરવામાં જ પસાર થઇ જતો હોય છે. પરિણામે આ રોજિંદા જીવનની પ્રવૃત્તિથી કેટલાક અંશે અણગમો થઇ જતો હોય છે.

આ રોજિંદી પ્રવૃત્તિમાં થોડાક અંશે બદલાવ લાવવા માટે સૌરાષ્ટ્ર  અને તેમાં પણ રાજકોટમાં સૌ પ્રથમ વખત સૌથી વિશાળ ફલી માર્કેટ યોજવા જઇ રહ્યો છે. રંગીલા રાજકોટના રંગીલા લોકોને ધ્યાનમાં રાખીને મોસ્ટ્રા ગેલેરીના સુહાની શાહ અને તેની ટીમ દ્વારા ‘સાંજ સમાચાર’ના સહયોગથી સીઝન હોટેલ ખાતે ‘મોસ્ટ્રા ફલી’નું આજ તા.18 અને તા.19 સુધી સાંજે 5 થી 11 કલાક દરમ્યાન ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

‘સાંજ સમાચાર’ની મુલાકાતે આવેલા મોસ્ટ્રા ગેલેરીના સુહાની શાહ દ્વારા આયોજિત ‘મોસ્ટ્રા ફલી’ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, રંગીલા રાજકોટના લોકો ખૂબ જ અતરંગી અને મોજીલા સ્વભાવવાળા છે. તો આવા જ અતરંગી સ્વભાવના લોકો માટે મોસ્ટ્રા ગેલેરી દ્વારા વિશાળ ‘મોસ્ટ્રા ફલી’નું સૌ પ્રથમ વખત સૌરાષ્ટ્રભરમાંથી રાજકોટમાં આયોજન કરવામાં આવ્યું છે. આ મોસ્ટ્રા ફલીમાં ભારતભરમાંથી 100થી વધુ ડિઝાઇનર લોકો ભાગ લઇ રહ્યા છે. આ ડિઝાઇનરો દિલ્હી, મુંબઇ જેવા વિવિધ રાજ્યોમાંથી આવી આ મોસ્ટ્રા ફલીમાં ભાગ લઇ રહ્યા છે. આ મોસ્ટ્રા ફલીમાં 70 જેટલા સ્ટોલનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં શોપિંગ સ્ટોલ, સીઝન્સ સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલ, લાઇવ ડીજે અને બેન્ડ પરફોર્મન્સ, એટ્રેક્ટીવ વર્કશોપ, કિડ્સ એશિયા, ડાન્સ પર્ફોમન્સ, હસ્તકલા ઝોન, સેલ્ફી બૂથ, ગેમ ઝોન સહિત વિવિધ સ્ટોલ બનાવવામાં આવ્યા છે. આ ફલી માર્કેટમાં બાળકોથી લઇને વૃધ્ધ સુધીના દરેક લોકો માટે એક અદભૂત નજરાણું ઉભું કરી દેશે.

મોસ્ટ્રા ફલીમાં બાળકો અને મોટેરા માટે જુદા-જુદા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને મહિલાઓ માટે સૌથી વધુ શોપિંગ સ્ટોલ બનાવવામાં આવ્યા છે. જેમાં ડિઝાઇનર કપડા, અવનવી જ્વેલરી સહિતના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. આ મોસ્ટ્રા ફલીમાં જોડાવવા માટે રૂા.100 એન્ટ્રી ફી છે જેમાંથી રૂા.50 ફૂડ ઝોનમાં રિડીમેબલ થઇ જશે.વધુમાં સુહાની શાહએ જણાવ્યું હતું કે, આ 70 સ્ટોલ પોતાનામાં એક અલગ જ આકર્ષણ જમાવે છે. તેમ છતાં સૌથી વધુ આકર્ષિત સ્ટોલમાં બાળકો માટે અલગથી એક પ્લે એરિયામાં મુકીને શાંતિપૂર્વક ખરીદી પર ધ્યાન આપી શકશે તેમજ 20 પ્રકારના વિવિધ વર્કશોપ પણ યોજવામાં આવશે. જેમાં બાળકોની સાથોસાથ મોટેરાઓ પણ ભાગ લઇ શકશે. તદ્પરાંત ઓપન માઇક, ડાન્સ, લાઇવ ડીજે સહિતના સ્ટોલ પણ આકર્ષણ જમાવશે.

આ સાથોસાથ ક્રિકેટ રસિકો સ્ક્રીન પર આઇપીએલ મેચનું લાઇવ પ્રસારણ પણ નિહાળી શકશે.આ ‘મોસ્ટ્રી ફલી’નું સફળ આયોજન મોસ્ટ્રા ગેલેરીના સુહાની શાહ અને તેની ટીમના ઉવર્શી જોશી, આર્યા રાજન, આધ્યાશ્રી રાજન, માનીત પરમાર, ભવ્ય સિંઘરાણી અને જાનવી રાઠોડ દ્વારા કરવામાં આવ્યું છે.

►સીઝન્સ સ્ટ્રીટ ફૂડ, લાઇવ ડીજે, કિડ્સ પ્લે એરિયા, ઓપન માઇક, હસ્તકલા ઝોન સહિતના સ્ટોલનો અદ્ભૂત ખજાનો: ‘સાંજ સમાચાર’ મીડિયા પાર્ટનર

►મોસ્ટ્રા ફલીમાં 20થી વધુ વર્કશોપ યોજાશે: બાળકોથી લઇને વૃધ્ધો લઇ શકશે ભાગ

►20 પ્રકારના અલગ અલગ વર્કશોપ બનશે આકર્ષણનું કેન્દ્ર

મોસ્ટ્રા ગેલેરી દ્વારા આયોજીત ‘મોસ્ટ્રા ફલી’માં વિવિધ સ્ટોલ બનાવવામાં આવ્યા છે. જેમાં ફૂડ, શોપીંગ સ્ટોલ, ક્રિડ્સ એરિયા સહિતના સ્ટોલ જોવા મળશે. આ સાથે 20 પ્રકારના અલગ અલગ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં બાળકોથી લઈને વૃધ્ધ સુધીના દરેક લોકો ભાગ લઈ શકશે. આ વર્કશોપમાં ફેસ પેઈન્ટીંગ, પોટરી, કેરિકેચર, ગ્લાસ પેઈન્ટીંગ, ક્રોશેટ, ફલુઈડ આર્ટ, વચાતા ડાન્સ, નેઈલ આર્ટ, હેર બ્રેડિંગ, પરફયુમ મિશ્રણ, રમતો સહિતના વિવિધ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં આકર્ષિત વર્કશોપની વિગત જોઈએ તો.
ફેસ પેઈન્ટીંગ
 આ ફેસમાં પેઈન્ટીંગ વર્કશોપમાં કલાકારો દ્વારા લોકોના ચહેરામાં આકર્ષિત જુદી જુદી ડિઝાઈન બનાવી આપવામાં આવશે.
કેરિકેચર
 આ કેરિકેચર વર્કશોપમાં લોકોની પોતાની આબેહુબ તસ્વીર કલાકારો દ્વારા બનાવી આપવામાં આવશે.
ફલુઈડ આર્ટ
 આ ફલુઈડ આર્ટમાં જુદા જુદા વિવિધ રંગોનું મિશ્રણ કરીને ચિત્રો બનાવવામાં આવશે.
નેઈલ આર્ટ
 આ નેઈલ આર્ટ વર્કશોપમાં મહિલાના નખ પર જુદી જુદી આકર્ષિત કરતી અવનવી ડિઝાઈન બનાવવામાં આવશે.
પરફયુમ મિકિસંગ
 આ પરફયુમ મિકિસંગ વર્કશોપમાં લોકોની પોતાની મનપસંદ સુગંધના પરફયુમ ત્યાં જ તરત જ બનાવી આપવામાં આવશે.
ગ્લાસ પેઈન્ટીંગ
 આ ગ્લાસ પેઈન્ટીંગ વર્કશોપમાં ગ્લાસ પર અવનવી ડિઝાઈન સાથે વિવિધ રંગો વડે ગ્લાસ પેઈન્ટીંગ કરવામાં આવશે.
 આ સાથે બીજા પણ કેટલાક વર્કશોપ આ મોસ્ટ્રા ફલીમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

►રંગીલા રાજકોટના સ્વાદના માણીગરો માટે સીઝન્સ ફૂડ ફેસ્ટિવલમાં ચટાકેદાર વાનગીઓ

રંગીલા રાજકોટના સ્વાદના માણીગરોને ધ્યાનમાં રાખીને મોસ્ટ્રા ફલીમાં સીઝન્સ સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સીઝન્સ સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલમાં કોર્ન સ્ટેશન, મેગી સ્ટેશન, વડાપાંઉ, ચાટ સ્ટેશન, પોટેટો મસ્ટી, ચાઈનીઝ સ્ટેશન, બેવરેજીસ સ્ટેશન, આઈસ્ક્રીમ સ્ટેશન, ગાંઠીયા સ્ટેશન અને ગોલા કાઉન્ટર બનાવવામાં આવ્યા છે. આ દરેક ફૂડ સ્ટોલ પર વિવિધ પ્રકારના ફુડ મળી રહેશે. આ મોસ્ટ્રા ફલીમાં આ સીઝન્સ ફૂડ ફેસ્ટિવલ સૌથી વધુ આકર્ષણ જમાવે તેવું છે.

►મોસ્ટ્રા ફલીમાં બાળકો માટેઆકર્ષિત પ્લે એરિયા બનાવાયો

ખરીદીના સમયે બાળકોને સાથે રાખી ખરીદી કરવામાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. બાળકો પર ધ્યાન આપવામાં એટલો સમય પસાર થઇ જતો હોય છે કે ખરીદી પર પૂરતા પ્રમાણમાં ધ્યાન આપવામાં આવતું હોતું નથી.ત્યારે મોસ્ટ્રા ગેલેરી દ્વારા આયોજિત મોસ્ટ્રા ફલીમાં બાળકો માટે એક અલગથી પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે. જેમાં મુલાકાતીઓ પોતાના બાળકોને મોસ્ટ્રા ગેલેરીના ટીમ સભ્યો પાસે પ્લે એરીયામાં મુકીને શાંતિપૂર્વક શોપીંગ કરી શકશે. આ પ્લે એરીયામાં વોટર પ્લે, માટીની રમતો, રીડિંગ કોર્નર, લેબ સહિતની વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ થયેલ છે. આ પ્લે એરિયામાં ટીમના સભ્યો દ્વારા બાળકોની સારસંભાળ કરવામાં આવશે જેથી બાળકોના વાલીઓ આ મોસ્ટ્રી ફલીનો મનમુકીને આનંદ લઇ શકશે.

 

 

 

 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj