(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 3
ધ્રાંગધ્રાના વાલબાઈની જગ્યા પાસેના ખાચામાં યુવાન અને આરોપીના બાઈક સામસામે આવી જતા બોલાચાલી થઇ હતી. જેમાં યુવાન પર 2 શખસે હુમલો કરી માર મારી યુવાનના ગળામાં પહેરેલી રૂ. 70,000નો સોનાના ચેઈનની લૂંટ કરી ફરાર થઇ ગયાની ધ્રાંગધ્રા સિટી પોલીસમાં ફરીયાદ નોંધવામાં આવી હતી.
ધ્રાંગધ્રાના કેમિકલ રોડ પર બિન્દી ગેસ એજન્સી પાછળ રહેતા નરેન્દ્રસિંહ બનેસિંહ પરમાર હળવદ રોડ પર તા.30 નવેમ્બરના રોજ સાંજના સાત વાગ્યાની આસપાસ કામ અર્થે વાલબાઈની જગ્યા પાસે મિત્રના ઘરે જઈને પરત આવતા હતા. ત્યારે આરોપી ઈકબાલભાઈ મેહેબુબભાઈ મંડલી અને અફઝલ ઉર્ફે તુમરો રહીમખાન સામે બાઈક લઈને આવતા હતા. ત્યારે બંનેના બાઈક સામસામે આવી જતા સાઈડમાં લેવા બાબતે બોલાચાલી થઇ હતી. જેમાં આરોપી ઈકબાલભાઈ મંડલી અને અફઝલ ઉર્ફે તુમરો ઉશ્કેરાઈ જઈને નરેન્દ્રસિંહ પર હુમલો કરી માર માર્યો હતો.
આ ઉપરાંત નરેન્દ્રસિંહના ગળામા પહેરેલો રૂ. 70,000ની કિંમતનો હાર લઈને મારી નાંખવાની ધમકી આપી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. ત્યારે આ બનાવ અંગે ધ્રાંગધ્રા સિટી પોલીસમાં બંને આરોપી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સર્વેલન્સની ટીમના બ્રિજરાજસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે ગણતરીના કલાકમાં આરોપીને ઝડપી પાડી વધુ પૂછપરછ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી
હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy