ઉપલેટામાં રૂ।.12 લાખની લૂંટના બનાવમાં ઝડપાયેલા બંન્ને શખ્સો જેલહવાલે

Crime | Dhoraji | 02 April, 2024 | 12:48 PM
આધેડ પર હૂમલો કરી ઘટનાને અંજામ આપ્યો હતો
સાંજ સમાચાર

(ભોલુ રાઠોડ દ્વારા) ઉપલેટા,તા.2
ઉપલેટામાં 1 માર્ચના રોજ કોલકી રોડ પર દિન દહાડે જાહેર રસ્તા પર કોલકી ગામના આઘેડ પર હુમલો કરી રૂપિયા 12 લાખની રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવી હતી.આ બનાવની અંદર પોલીસે લુંટને અંજામ આપનાર બે વ્યક્તિઓને સ્થાનિક ગ્રામજનોના સહકારથી ઝડપી લીધા હતા જે બાદ ભોગ બનનાર વ્યક્તિની બનાવના દિવસે જ ઉપલેટા પોલીસ મથકમાં બે અજાણ્યા વ્યક્તિ સામે પોલીસ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે પોલીસે બે વ્યક્તિઓની અટકાયત કરી હોવાનું સામે આવ્યું હતું અને અટકાયત કરી બંને વ્યક્તિઓને સોમવાર તા. 01 એપ્રિલના રોજ ઉપલેટાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં ઉપલેટા પોલીસે દ્વારા ઝડપાયેલા વ્યક્તિઓના ચાર દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા પરંતુ આ બનાવની અંદર ઉપલેટા કોર્ટ દ્વારા ઝડપાયેલ બન્ને વ્યક્તિઓના રિમાન્ડ નામંજૂર કરવામાં આવ્યા છે જેથી હાલ ઝડપાયેલા બન્ને વ્યક્તિઓને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે.

આ બનાવમાં ભોગ બનનાર અને ફરિયાદી એવા પ્રફુલભાઈ મગનભાઈ સાવલિયા ઉપલેટા માર્કેટિંગ ખાતેથી રૂપિયા 12 લાખની રોકડ રકમ લઈ તેમના મિત્ર બીપીનભાઈ અમૃતિયા સાથે મોટરસાયકલ લઈ કોલકી ગામ ખાતે જઈ રહ્યા હતા તે દરમિયાન ઉપલેટા કોલકી રોડ પર દેસાઈ ઇન્ડસ્ટ્રીઝથી આગળ પહોંચતા મોટરસાયકલ પર બે અજાણ્યા વ્યક્તિઓ તેમની પાછળથી આવ્યા અને તેમની પાસે રહેલ રોકડ રકમની થેલી આંચકીને મોટરસાયકલને ધક્કો મારી નાસી રહ્યા હતા

જે બાદ મોટરસાયકલ કાબુ કરી તેઓએ બુમાબૂમ કરી પૈસા આંચકી લેનાર વ્યક્તિની પાછળ પીછો કર્યો હતો. ભાગી રહેલ વ્યક્તિઓ કોલકી ગામ પહેલા આવતા ખાખીજાળીયા રોડના પુલની દિવાલ સાથે લૂંટ કરી જનારા વ્યક્તિઓનું મોટરસાયકલ અથડાયું હતું અને ત્યાં પડ્યા હતા જે બાદ ફરિયાદી પર પુન: હુમલો કરી લૂંટને અંજામ આપનાર બંને વ્યક્તિઓ પૈસાની થેલી લઈ દોડીને નાસી છૂટ્યા હતા જે બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

લૂંટની ઘટનાને અંજામ આપનાર બન્ને વ્યક્તિઓની ઉપલેટા પોલીસે અટકાયત કરી હતી જેમાં ઉપલેટાના એપાર્ક મેન્ટમાં રહેતા 24 વર્ષના અસલમ તેમજ તેમજ નગીના સોસાયટીમાં રહેતા 27 વર્ષીય ફિરોજ રફીક હાલાની અટકાયત કરી હોવાનું જાહેર કર્યું હતું.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj