10 ગીગાવોટના રીન્યુએબલ એનર્જી પ્રોજેકટ માટે ગુજરાતમાં બે દરખાસ્ત

Gujarat | Ahmedabad | 30 March, 2024 | 03:45 PM
બેંકીંગ ચાર્જ ઘટાડવા ઉદ્યોગજગતની સરકાર સમક્ષ માંગ
સાંજ સમાચાર

અમદાવાદ,તા.30
વિજળી સરપ્લસ ધરાવતા રાજયની ગણના પામતા ગુજરાતમાં 10 ગીગાવોટના મહાકાય વિજ પ્રોજેકટ માટે દરખાસ્ત થઈ છે. ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીને રીન્યુએબલ એનર્જી પોલીસી 2023 અંતર્ગત 5 ગીગાવોટના સોલાર પ્રોજેકટ તથા 5 ગીગાવોટના વીન્ડ અને વીન્ડ-સોલાર હાઈબ્રીડ પ્રોજેકટ માટેની દરખાસ્ત મળી છે. જો કે, રીન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન મળે તે માટે બેંકીંગ ચાર્જ ઘટાડવા પણ ઉદ્યોગજગત દ્વારા માંગ કરવામાં આવી છે.

ઉર્જા વિભાગના સૂત્રોએ કહ્યું કે, ગુજરાત સરકારે 2030 સુધીમાં 50 ટકા વિજ ઉત્પાદન રીન્યુએબલ ઉર્જા સ્ત્રોતમાંથી હાંસલ કરવાનો ટારગેટ બાંધ્યો છે અને તે માટે પાંચ લાખ કરોડનું રોકાણ મેળવવાનો ઉદેશ છે. રાજય સરકારે ગત ઓકટોબરમાં ખાસ નીતિ જાહેર હતી અને 36 ગીગાવોટના સોલાર તથા 143 ગીગાવોટના વિન્ડ પાવર પ્રોજેકટની તૈયારી દર્શાવી હતી.

નવી નીતિમાં જમીન પર ખડકાતા સોલાર ઉપરાંત રૂફટોપ સોલાર, ફલોટીંગ સોલાર, કેનાલ-ટોપ સોલાર, વિન્ડ, રૂફટોપ વિન્ડ તથા વિન્ડ-સોલાર હાઈબ્રીડ પ્રોજેકટોને તેમાં આવરી લેવાયા હતા.

રીન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપવાનો આશય હોવા છતાં ઉદ્યોગજગત દ્વારા ઉંચા બેંકીંગ ચાર્જ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. એનર્જી બેકીંગમાં વિજ ઉત્પાદન કરનારાને સરપ્લસ ઉર્જા ગ્રીડમાં મોકલવાની સવલત છે. પરંતુ તેના ચાર્જ વિશે સ્પષ્ટતા માંગવામાં આવી હતી.

પ્રવર્તમાન ટેરીફ ઓર્ડર પ્રમાણે ટેરીફ ચાર્જ પ્રતિ યુનિટ રૂા.1.50 છે. આ ચાર્જ ઘણો વધુ હોવાની ઉદ્યોગજગતની દલીલ છે. નવી નીતિમાં તે ઘટાડવાની માંગ કરવામાં આવી છે.

ગુજરાત ઉર્જા વિકાસ નિગમના એક સીનીયર અધિકારીએ કહ્યું હતું કે વર્તમાન ટેરિફ સપ્ટેમ્બર સુધી લાગુ છે અને વિજકંપનીઓને બેંક ચાર્જની વાસ્તવિક નુકાની ચકાસવામાં આવી રહી છે.

ઉત્પાદકોને કોઈ નુકશાન ન થાય તેવુ સરકાર પણ માને છે. વિસ્તૃત ગણતરી કરાયા બાદ સપ્ટેમ્બર મહિના પછી બેંકીંગ ચાર્જ ઘટાડવાનો નિર્ણય થઈ શકે છે અને તેના આધારે રીન્યુએબલ ક્ષેત્રે વધુ પ્રોત્સાહન મળશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj