ઓખા રેલ્વે સ્ટેશનથી મળી આવ્યા બે નાના બાળકો: સંસ્થાનો સોંપાયા

Local | Veraval | 20 April, 2024 | 03:23 PM
સાંજ સમાચાર

જામ ખંભાળિયા, તા. 20
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા રેલવે સ્ટેશનથી ગઈકાલે શુક્રવારે સવારના સમયે બે નાના બાળકો મળી આવ્યા હતા. આશરે 6 વર્ષ તથા 10 વર્ષની ઉંમરના જણાતા આ બંને બાળકોના કોઈ વાલી વારસ ન હોવાથી આર.પી.એફ.ના જવાનો દ્વારા ખંભાળિયામાં આવેલી ચાઈલ્ડ વેલફેર કમિટી સમક્ષ લાવવામાં આવ્યા હતા.

જેથી કમિટીના ચેરમેન ચંદ્રશેખર બુધ્ધભટ્ટી તથા સદસ્ય તુષારભાઈ ત્રિવેદીએ આ બંને બાળકોને અહીંની ચિલ્ડ્રન હોમ ફોર બોય (સી.સી.આઈ.) સંસ્થામાં રાખવા હુકમ કર્યો હતો. જો આ બાળકોના કોઈ વાલી મળી આવે તો અહીંની સંસ્થાનો સંપર્ક કરવા એડવોકેટ ચંદ્રશેખર બુધ્ધભટ્ટી (મો. 94262 60204)ની યાદીમાં જણાવાયું છે.
(તસ્વીર : કુંજન રાડીયા)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj