પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સહિત બે ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટો પર દોડશે

Local | Porbandar | 12 February, 2024 | 01:26 PM
સાંજ સમાચાર

રાજકોટ, તા. 1ર
 

અમદાવાદ ડિવિઝનમાં આવેલા અમદાવાદ-પાલનપુર સેક્શનના આંબલિયાસણ સ્ટેશન યાર્ડ ખાતે ડાઉન મેઇન લાઇન પરના બ્રિજ નંબર 1001ના પુન:નિર્માણનું કામ ચાલી રહ્યું છે. આ પુન:નિર્માણ કાર્યને કારણે, પોરબંદરથી દોડતી બે જોડી ટ્રેનો 13 ફેબ્રુઆરી, 2024 થી લઈ ને 28 મે, 2024 સુધી આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
 

ડાયવર્ટ કરેલા રૂટ પર દોડનારી ટ્રેનો

1) 13 ફેબ્રુઆરીથી લઈને 28 મે, 2024 સુધી ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર અને ટ્રેન નંબર 19270 મુઝફ્ફરપુર-પોરબંદર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો તેમના નિર્ધારિત રૂટ વાયા વિરમગામ-ચાંદલોડિયા-મહેસાણા ના બદલે આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા વિરમગામ-કટોસણ રોડ-મહેસાણા થઈને જશે. આ ટ્રેનો ચાંદલોડિયા સ્ટેશને નહીં જાય.

2) 13 ફેબ્રુઆરીથી લઈને 28 મે, 2024 સુધી ટ્રેન નં. 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા અને ટ્રેન નંબર 20938 દિલ્હી સરાય રોહિલ્લા-પોરબંદર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો તેમના નિર્ધારિત રૂટ વાયા વિરમગામ-ચાંદલોડિયા-મહેસાણા ના બદલે આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા વિરમગામ-કટોસણ રોડ-મહેસાણા થઈને દોડશે. આ ટ્રેનો ચાંદલોડિયા સ્ટેશને નહીં જાય.

ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈને ચેક કરી શકે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj