ભાવનગરના સિહોર પાસે ફેકટરીમાં બોઈલર ફાટતા બે શ્રમિકોનો મોત: એકની હાલત ગંભીર

Local | Bhavnagar | 02 April, 2024 | 03:53 PM
એકાએક બ્લાસ્ટ થતાં શ્રમિકોમાં નાસભાગ મચી: એમ્બ્યુલન્સની મદદ લેવાઈ
સાંજ સમાચાર

(વિપુલ હિરાણી) 
ભાવનગર,તા.2

 

ભાવનગર નાં સિહોર નજીક આવેલ ફેકટરી માં બોઇલર ફાટતા બે શ્રમિકો ના મોત નિપજયા છે .જ્યારે એકને ગંભીર ઈજા પહોંચી છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના સિહોર નજીક ધાંધળી ગામ પાસે આવેલ વેગા એલાઇન્સ નામની ફેક્ટરી માં બોઇલર ફાટતા ત્રણ પરપ્રાંતીય શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હતા. જેમાં 2 શ્રમિકો ના મોત નિપજયા હતા. ઇજાગ્રસ્તો ને તાત્કાલિક ભાવનગર ની સર.ટી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા .જેમાં 2 શ્રમિકો ના સારવાર દરમ્યાન મોત નીપજયાં છે. આ બનાવમાં મૃત્યુ પામેલ શ્રમિકોમાં લાલ બહાદુર તિવારી અને હરેન્દ્ર  વિકી મનજી નામના મૂળ બિહાર ના શ્રમિકો નો સમાવેશ થાય છે.

જ્યારે પ્રહલાદ પ્રસાદ નામ નાં એક શ્રમિક સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળેલ છે.આ ઘટનાને પગલે ફેકટરીમાં કામ કરતા શ્રમિકોમાં નાસભાગ મચી હતી દાઝી ગયેલા શ્રમિકોને દવાખાને ખસેડાયા હતા.બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj