નવી દિલ્હી, તા.15
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. 17 અને 18 મેનાં રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે અને ગાંધીનગર અને અમદાવાદમાં કરોડોનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિવિધ વિસ્તારનાં વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
મળતી માહિતી અનુસાર, 17 અને 18 મેનાં રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવશે અને ગાંધીનગર અને અમદાવાદમાં કરોડોનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં અખઈ નાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી રૂ. 117 કરોડનાં ખર્ચે બનાવવામાં આવેલા પલ્લવ બ્રિજનું લોકાર્પણ કરશે. ચાંદલોડિયા વોર્ડમાં 14.71 કરોડનાં ખર્ચે તૈયાર થયેલ ગજરાજ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ઓગમેન્ટેશનનું લોકાર્પણ કરશે.
આ સિવાય RTO સર્કલ ખાતે 25 લાખનાં ખર્ચે નવા બનેલા પિંક ટોયલેટનું લોકાર્પણ અને રેલવે તથા ફ્લાય ઓવરબ્રિજ નીચે બિનઉપયોગી એરિયાને ડેવલોપમેન્ટ કરી સ્પોર્ટ્સ એક્ટિવિટી બનાવવાનાં રૂ. 37.63 કરોડનાં કામોનું ખાતમુહૂર્ત કરશે.
ઉપરાંત, ચીમનભાઈ પટેલ રેલવે બ્રિજ સમાંતર નવો થ્રી લેન રેલવે ઓવરબ્રિજ બનાવવાનાં તથા સુભાષબ્રિજ તરફ એક પાંખ ઉતારવાનાં 237.32 કરોડનાં કામનું ખાતમુહૂર્ત કરશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy