ચારધામમાં અભુતપૂર્વ ધસારો : સેંકડો યાત્રાળુઓ દર્શન કર્યા વિના જ પરત ફરવા લાગ્યા

India | 22 May, 2024 | 11:31 AM
સાંજ સમાચાર

દહેરાદુન, તા. 22
હિન્દુઓની પવિત્ર ચારધામ યાત્રામાં હજારો-લાખોની સંખ્યામાં યાત્રાળુ ઉમટી પડયાને પગલે અંધાધુંધીની પરિસ્થિતિ સર્જાય જ છે અને વહીવટી તંત્ર દ્વારા વધારાની વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં ભાવિકો દર્શન વિના પાછા ફરવા લાગ્યા હોવાની પરિસ્થિતિ ઉભી થવા લાગી છે. 

પવિત્ર ચારધામ યાત્રામાં ભાવિકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે શ્રેણીબધ્ધ કદમ ઉઠાવવામાં આવ્યા હોવા છતાં હજારોની  ભીડને કારણે લોકોને દર્શન કર્યા વિના જ પાછા ફરવાનો વખત આવ્યો છે. મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડયા હોવાના કારણે અને વારો આવવામાં કલાકોનો સમય લાગતો હોવાના કારણે ચાર હજાર જેટલા યાત્રાળુઓ દર્શન કર્યા વિના જ પરત ફરી ગયા હોવાનું બહાર આવ્યું છે.

ભાવિકોના અસામાન્ય પ્રવાહને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ઓફલાઇન રજીસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવ્યું હોવાના કારણે સેંકડો ભાવિકો મુશ્કેલીમાં મુકાયા છે. ઋષિકેશમાં રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 12 હજાર યાત્રાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા. પરંતુ તેઓની વ્યવસ્થા નહીં થઇ શકતા ચાર હજાર યાત્રાળુ દર્શન કર્યા વિના જ પરત ફરી ગયા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj