જમ્મુ-કાશ્મીરને પુન: રાજયનો દરજજો આપવા તથા 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં ચુંટણી યોજવા તાકીદ

Government, India, Top News | 11 December, 2023 | 12:35 PM
સુપ્રીમે કેન્દ્રને રોડમેપ પણ આપ્યો: લાંબા સમય સુધી લોકપ્રતિનિધિત્વથી વંચિત રાખવુ ખોટુ
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.11 જમ્મુ-કાશ્મીરને ભારત સાથે જોડાણમાં ખાસ દરજજો આપતી કલમ 370ની નાબુદીને યોગ્ય ગણાવી અને રાષ્ટ્રપતિને આ કલમ રદ કરવાનો અધિકાર પણ હોવાનું જણાવી સર્વોચ્ચ અદાલતે તેની સાથે રાજયમાં લાંબા સમયથી ચાલી રહેલા રાષ્ટ્રપતિ શાસન અંગે પણ વિચારણા કરી હતી અને ચુંટણીપંચને 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં રાજયમાં ચુંટણી યોજવા આદેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડના અધ્યક્ષપદ હેઠળની ખંડપીઠે આજે તેનો વ્યાપક ચૂકાદો આપ્યો હતો જેના કારણે હવે આ કલમ ભૂતકાળ બની ગઈ છે. જો કે તેની સાથે સર્વોચ્ચ અદાલતે એ પણ જણાવ્યું હતું કે રાજય લાંબા સમયથી તેના લોકપ્રતિનિધિત્વથી વંચિત છે અને તેથી જ રાજયમાં શકય તેટલી ઝડપી ચુંટણી યોજાવી જોઈએ. સર્વોચ્ચ અદાલતે આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ની નાબુદી સાથે તેણે જે રીતે કેન્દ્ર શાસીત પ્રદેશ જાહેર કરીને બાદમાં જમ્મુ તથા કાશ્મીરને અલગ રાજય તથા લદાખને કેન્દ્રશાસીત પ્રદેશ તરીકે જાહેર કર્યો હતો તે અંગેની અરજી પર પણ સુનાવણી કરી હતી અને રાજયને પુન: તેનો દરજજો આપવા પણ જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાં હવે શું તેનો પ્રસ્તાવિત રોડમેપ પણ કેન્દ્ર સરકારને આપ્યો છે અને તેમાં ખાસ કરીને કેન્દ્રશાસીત પ્રદેશનું લેબલ દુર કરવા ચુંટણી યોજવાની ડેડલાઈન પણ કેન્દ્ર સરકારને આપી હતી. હાલમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે લોકસભામાં જમ્મુ-કાશ્મીરના નવા સીમાંકન અંગે જે જાહેરાત કરી હતી તે સમયે પણ શકય તેટલી વ્હેલી ચુંટણી યોજવાની ખાતરી આપી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj