વડોદરા,તા.8
પૂરતા અનુભવની લાયકાત નહીં ધરાવતા હોવા છતાં વડોદરાની પ્રતિષ્ઠિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવેલા અને ત્યારબાદ થયેલા વિવાદના અંતે કુલપતિ ડો. વિજય શ્રીવાસ્તવે રાજીનામું આપી દીધું છે. આજે તેમના વકીલ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જાણ કરવામાં આવી હતી કે ગઈકાલે સાંજે જ શ્રીવાસ્તવ દ્વારા એડિશનલ ચીફ સેક્રેટરીને રાજીનામું મોકલી આપવા દેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ડો. શ્રીવાસ્તવ આગામી તારીખ 8 ફેબ્રુઆરીના રોજ નિવૃત થવાના હતા પરંતુ ગત સપ્તાહે હાઇકોર્ટમાં અરજદાર અને સિન્ડિકેટ સભ્ય સતિષ પાઠક દ્વારા કરવામાં આવેલી આકરી દલીલો તેમજ હાઇકોર્ટ દ્વારા પણ આ કેસમાં સુનાવણી દરમિયાન કેટલાક આકરા પ્રશ્ર્નો ઉઠાવવામાં આવ્યા હોવાથી હાઇકોર્ટ નો મિજાજ પારખી ગયેલા શ્રીવાસ્તવએ રાજીનામું આપી દેતા શિક્ષણ આલમમાં ચકચાર મચી ગઈ છે. આ બાબતે હાઇકોર્ટે નોંધ લઈને આ કેસને વધુ સુનાવણી આવતીકાલે રાખી હતી.
આ કેસની સુનાવણી આજરોજ બુધવારે હાથ ધરવામાં આવતા સિનિયર એડવોકેટ સુધીર નાણાવટીએ જણાવ્યું હતું કે શ્રીવાસ્તવે ગઈકાલે સાંજે રાજીનામું આપી દીધું છે અને એડિશનલ ચીફ સેક્રેટરીને મંજૂરી સાથે મોકલી આપવામાં આવ્યું છે. ત્યારબાદ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી કે સરકાર તેમનું રાજીનામું સ્વીકારવા જઈ રહી છે અને તેના માટે એક દિવસનો સમય આપવો જરૂરી છે. કારણકે તેમના સ્થાને ઈન ચાર્જ મૂકવા જરૂરી છે. આથી આ કેસની સુનાવણી આવતીકાલે હાથ ધરવામાં આવશે.
રાજ્ય સરકારે ગત શુક્રવારે ગુજરાત હાઈકોર્ટને જાણ કરી હતી કે એમએસ યુનિવર્સિટીના કુલપતિની નિમણૂક માટે એક નવી શોધ સમિતિની રચના કરવામાં આવી છે, અને તેમને 80 અરજીઓ મળી છે. 8 ફેબ્રુઆરીના રોજ વર્તમાન કુલપતિના કાર્યકાળના અંત સુધીમાં નવા કુલપતિની નિમણૂક કરવામાં આવશે.
સરકારી યુનિવર્સિટીના કુલપતિ માટે લાયકાતના આધારે એમ.એસ.યુ કુલપતિની નિમણૂકને ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પડકારવામાં આવી છે. અરજદાર અને સિન્ડિકેટ સભ્ય સતીશ પાઠકે આરોપ લગાવ્યો હતો કે વર્તમાન કુલપતિ ડો. શ્રીવાસ્તવ પાસે કાયદા મુજબ ઓછામાં ઓછી 10 વર્ષની જરૂરિયાત સામે માત્ર ત્રણ વર્ષ અને ત્રણ મહિનાનો અનુભવ છેએ આવતીકાલે હાઈકોર્ટમાં વધુ સુનાવણી મુકરર કરવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy