કોલકાતા,તા.24
ઓપનર અભિષેક શર્માએ ઈંગ્લેન્ડ સામેની ટી-20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારતની સાત વિકેટથી જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, પરંતુ તેણે આ જીતનો વધુ શ્રેય સ્પિનર વરુણ ચક્રવર્તીને આપ્યો હતો. તેણે બુધવારે જીત બાદ કહ્યું હતું કે, પુનરાગમન બાદ તે ટીમ માટે ‘ગેમ ચેન્જર’ રહ્યો છે.
ચક્રવર્તીએ એક જ ઓવરમાં મેચનું ભાગ્ય બદલી નાખ્યું હતું. તેણે હેરી બ્રુક અને લિયામ લિવિંગસ્ટોનને ત્રણ બોલમાં આઉટ કરીને મેચને ભારતનાં પક્ષમાં લાવી દીધો હતો.
અભિષેકે કહ્યું કે, ટી-20 માં સ્થિતિ બેટ્સમેનોને અનુકૂળ હોય છે પરંતુ ચક્રવર્તી એક એવો બોલર છે જેનાં પર ટીમ વિશ્વાસ કરી શકે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy