બુધવારે ગજકેસરી યોગમાં વસંત પંચમી પર્વ ઉજવાશે: માઁ સરસ્વતી દેવીનું પૂજન

Dharmik | Rajkot | 12 February, 2024 | 03:59 PM
રાજકોટમાં વસંત પંચમીના 500 થી વધારે લગ્નો: આ વર્ષે મે-જૂનમાં ગુરૂ તથા શુક્રનો અસ્ત થવાથી લગ્ન મુહુર્તો નથી
સાંજ સમાચાર

રાજકોટ,તા.12
 

આગામી તા.14મીના બુધવારે ગજકેસરી યોગમાં વસંત પંચમી પર્વ છે તેમજ વેલેન્ટાઈન ડે પણ છે.બુધવારે ગજ કેસરીયોગ મા વસંત પંચમી પર્વ ઉજવાશે
આ વર્ષે વસંત પંચમીના દિવસે શુભ નામ નો યોગ રાત્રે 8 સુધી ઉત્તમ છે તે ઉપરાંત સવાર ના 10.43 થી ચંદ્ર પણ મેષ રાશિનો થતા ગોચર ના ગુરુ ચંદ્રની યુતી થશે અને ગજ કેસરી યોગ થશે ગજ કેસરીયોગ ને દરેક શુભ કાર્ય માટે શુભ અને ઉત્તમ માનવામાં આવે છે તે ઉપરાંત આ દિવસે  નવા ઘર તથા દુકાન માટે કળશ સ્થાપન નું પણ મુહુર્ત છે સવાર ના 10.43 પછી કળશ સ્થાપના કરવી આ દિવસે સોના ચાંદી ની ખરીદી નવા વાહનની ખરીદી કરવી શુભ રહેશે દરેક શુભ કાર્ય માટે આ દિવસ શુભ છે.

આ દિવસને વસંત પંચમી, શ્રી પંચમી ...મદન પંચમી તરીકે ઓળખાય છે. રિવાજ પ્રમાણે વસંત પંચમી ના દિવસ ને પણ વણજોયું મુહુર્ત કહેવામાં આવે છે રાજકોટ મા આશરે 500 જેટલા લગ્ન વસંત પંચમીના દિવસે થશે. વસંત પંચમીના દિવસે કોઈપણ નવા શુભ કાર્યની શરૂઆત કરવી શુભ છે. ખાસ કરીને વસંત પંચમીના દિવસે સરસ્વતી માતાજીની પુજાનું મહત્વ વધારે છે. વસંત પંચમીના દિવસે ખાસ કરીને વિદ્યાર્થીઓએ સરસ્વતી માતાજીની પુજા કરવી જોઇએ.

માં સરસ્વતીનું પુજન કરવાથી વિદ્યા બળ વધે છે. યાદ શકિત વધે છે. અભ્યાસમાં એકાગ્રતા આવે છે. બુધવારે વસંત પંચમીના દિવસે સવારે નિત્યકર્મ કરી અને ત્યાર પછી એક બાજોઠ અથવા પાટલા ઉપર સફેદ વસ્ત્ર પાથરી તેના ઉપર ચોખાની ઢગલી કરી મા સરસ્વતીની છબી રાખવી. માતાજીને ચાંદલો ચોખા કરવા, દિવો અગરબતી કરવી. ત્યારબાદ આ મંત્રની માળા કરી. ૐ એ હી કલીં મહાસરસ્વતી દેવ્યૈ નમ: આ મંત્રની એક, ત્રણ કે પાંચ જેટલી માળા કરવી. ત્યારબાદ માતાજીને મીઠાઇ ઘરાવી, આરતી કરવી અને ક્ષમાયાચના માંગવી. આમ પુજન કરવાથી વિદ્યાબળ મળે છે અને અભ્યાસમાં એકાગ્રતા આવે છે.

વસંત પંચમીના દિવસે વિષ્ણુ ભગવાન શ્રીકૃષ્ણ ભગવાનનું રાધાજી સહિત પુજન કરવું. મનોકામના સિદ્ધ કરનારૂ છે. જે લોકોના લગ્ન ન થતા હોય તો આ દિવસે રાધા કૃષ્ણનુ પુજન કરી શ્રી કૃષ્ણ શરણં મમ ની એક માળા કરવી. લગ્ન યોગ થશે. આ વર્ષે મેં અને જૂન મહિનામાં ગુરુ ગ્રહ અને શુક્ર ગ્રહ નો અસ્ત હોતા લગ્નના મુહુર્ત નથી આથી ફેબ્રુઆરી તથા માર્ચ મહિના માં ઘણા લગ્ન થશે

 લગ્નના મુહુર્તના કમુહુર્તાની યાદી 
 

હોળાષ્ટક: 17/3/24 થી 24/3/24 મીનારક મુહુર્તા: 14-3-24 થી 13-4-24 આ સમય દરમ્યાન લગ્નના મુહુર્ત હોતા નથી.
(શાસ્ત્રી રાજદીપ જોષી, વેદાંત રત્ન-રાજકોટ)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj