તિજોરી, રીક્ષા, ફુગ્ગા, બેટસમેન, પંપ, બ્રેડ, ચંપલ, ભીંડા: 180 ચૂંટણી પ્રતીક જાહેર

Local | Rajkot | 12 April, 2024 | 04:57 PM
23 જેટલા રાજકીય પક્ષો માટે ડિમાન્ડ મુજબના પ્રતિકો અનામત રાખતું ચૂંટણી પંચ
સાંજ સમાચાર

રાજકોટ તા.12

 લોકસભાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થતાની સાથે જ હવે રાજકીય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારોએ મેદાનમાં આવી નામાંકન પત્રો ઉપાડવાની અને તેને સબમીટ કરાવવાની પ્રક્રિયા આરંભી દીધી છે. તેની સાથોસાથ ચૂંટણી પંચ દ્વારા પણ ચૂંટણી લડતા ઉમેદવારો માટે 180 જેટલા ચૂંટણી પ્રતિકો જાહેર કરી દીધા છે.

 ચૂંટણી લડતા ઉમેદવારો માટે તેમના નામ ઉપરાંત ચૂંટણી પ્રતિક મહત્વનું છે માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય અને રાજયકક્ષાના રાજકીય પક્ષો માટે આવા ચૂંટણી પ્રતિક અનામત રાખવામાં આવે છે. પરંતુ અપક્ષ ઉમેદવારો માટે ચૂંટણી પ્રતિકોની ફાળવણી ઉમેદવારી પત્ર મંજુરીની પ્રક્રિયા સાથે જ કરવામાં આવે છે.  આ માટે ચૂંટણીપંચ દ્વારા ખાસ નિયમો જાહેર કરવામાં આવેલ છે.

લોકસભાની આ ચૂંટણી લડતા ઉમેદવારો માટે તિજોરી, રીક્ષા, ફુગ્ગા, બેટ્સમેન, પંપ, બ્રેડ, ચંપલ, ભીંડા, ગેસ સ્ટવ, ગીફટ પેક, ઝીંજર, બ્લાસ ટમલર, ગ્રામોફોન, દ્રાક્ષ, ગ્રીન ચીલી, હેન્ડ ચાર્ટ, હારમોનીયમ, હોકી અને બોલ, જંગ ફુડ, કીટલી, કીચન શીંક, લેડી પર્સ, લેપટોપ, લેટર બોકસ, લાઈટ, લુડો, લંચબોકસ, માચીસ, માઈક, મીકસચર, નાગરીક, નેલકટર, ટાઈ, પેન્ટ, પેનડ્રાઈવ, પેન સ્ટેન્ડ, પેન્સીલ બોકસ, પેન્સીલ સાવર, પેટ્રોલ પંપ, ફોન ચાર્જર, પ્લેટ સ્ટેન્ડ, કોટ, પ્રેસર કુકર, પંચીંગ મશીન, રેઝર, રીંગ, રોડ રોલર, રોબોટ, રૂમ કુલર, રબ્બર સ્ટેમ્પ, સેફટી પીન, સ્કુલબેગ, સીટ, સૂઝ, શટર, સીતાર, સ્લેટ, શોપ ડીસ સહિતના 180 ચૂંટણી ચીન્હ જાહેર કરી દેવામાં આવેલ છે. 

જયારે 23 જેટલા પક્ષો દ્વારા માંગણી કરાયેલ 23 ચૂંટણી પ્રતિકો અનામત રખાયા છે. જેમાં ઈન્ડીયન પીપલ્સ અધિકાર પાર્ટી, યુગા થુલસી પાર્ટી, સમાજ વિકાસ ક્રાંતિ પાર્ટી, જયહિન્દ નેશનલ પાર્ટી, કિશાન ક્રાંતીદળ, સહિતના 23 પક્ષો દ્વારા ડીમાન્ડ ક્રાયેલા ચૂંટણી પ્રતિકો અનામત રખાયા છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj